Western Times News

Gujarati News

પ્રેગનેન્સી રહેતી ના હોય, ગર્ભાશયની તકલીફો હોય તો આ ઉપાય કરો

પ્રતિકાત્મક

મોટા ભાગના કેસમાં માત્ર ને માત્ર સ્ત્રી તરફ જ પ્રેગનેન્સીની સારવાર થતી હોય છે પણ અમારા અનુભવ પ્રમાણે જેટલો હિસ્સો સ્ત્રીનો છે તેટલો જ પુરુષનો છે અને તેટલા જ પ્રશ્ન પુરુષ તરફથી પણ જાેવા મળતા હોય છે. વીર્યમાં શુક્રાણુ ની સંખ્યા અથવા મોટીલીટી ઓછી હોય તે હવે સામાન્ય બાબત છે

ઘણા બધા પુરુષોમાં આજના ખોરાક, પાણી ભાગ, દોડ કે ટેન્શન અને ફાસ્ટ ફૂડ આ બધા ના કારણે થઈને પૌષ્ટિક આહાર ન મળવાથી વીર્ય પૂરતું બનતું નથી અથવા તો શુક્રાણુ પૂરતા બનતા હોતા નથી તેથી આ એકદમ સામાન્ય બાબત છે તેમાં ગભરાવવાની કોઈ જરૂર નથી

અથવા ટેન્શન લેવાની કોઈ જરૂર નથી અથવા તેના કારણે થઈને પોતાનામાં હીનભાવ રાખવાની પણ આવશ્યકતા નથી. માટે સૌથી પહેલાં વીર્ય તપાસ સીમેન એનાલીસીસ રીપોર્ટ કરાવીને એ નક્કી કરી લેવું જાેઈએ કે પુરુષ તરફથી કોઈ પ્રશ્ન છે કે નહીં.

એક કેસ વિષે જાણ્યે – તમે છેલ્લા ૧૧ મહિનાથી ગર્ભ રાખવાની ટ્રાય કરો છો ને હજુ પ્રેગનેન્સી રહેતી નથી આપે લખ્યું છે કે સ્ત્રીબીજ તો બરાબર જ બને છે તો શા માટે પ્રેગનેન્સી રહેતી ના હોય તો તેના ઘણા બધા કારણો છે અહીં આપે જાે વીર્યની તપાસ કરાવી હોય અને તમારા શુક્રાણુ બરાબર છે કે નહિં તે કરાવ્યું છે કે નહિં તે લખ્યું નથી

તેથી જાે તે ન કરાવ્યું હોય તો સૌથી પહેલું તે કરાવવું જાેઈએ, તેવી રીતે સ્ત્રી શરીરમાં પણ માસિક સમ્બંધી સમસ્યા કે સ્ત્રીબીજ ન બનવું જેવા અને બીજા પણ અન્ય કારણો હોઇ શકે છે. આ પ્રભાવી, અસરકારક રસના ઘટકો જેવાકે મુક્તાપિષ્ટિ, સુવર્ણભસ્મ, ભીમસેની કપૂર, જાવંત્રી, જાયફળ, લવંગ, બંગભસ્મ અને રૌપ્યભસ્મ એ ૯ ઔષધિ ૨-૨ તોલા તથા ચાતુજાત (તજ, તમાલ્પત્ર, નાની એલચીના દાણા અને અસલી નાગકેસર) નુ ચૂર્ણ ૯ તોલા લેવું તથા દ્રિગુણ ગંધકજારિત રસસિદુંર લઇ. બધાને મેળવી શતાવરીના રસમાં ૭ દિવસ સુધી ખરલ કરીને ૧-૧ રતીની ગોળીઓ બનાવી લેવી.

માત્રાઃ ૧થી૨ ગોળી સવાર સાંજ દિવસમાં બે વાર દૂધ અથવા સાકર મેળવેલ દૂધ અથવા રોગ પ્રમાણે ચિકિત્સકની સલાહ અનુસાર અનુપાન સાથે લેવી.

ઉપયોગઃ આ રસ શુક્ર્હીન, ગતધ્વજ અને ૮૦ વર્ષના વૃધ્ધને પણ યુવાન સમાન બળ આપે છે. નિરાશ ધ્વજભંગ રોગીઓને પણ જલદી ફાયદો આપે છે. આ ઉપરાંત પ્રમેહ, મૂત્રરોગ, અગ્નિમાંધ, સોજાે, રક્તદોષ અને સ્ત્રીઓના સમસ્ત રોગોને દૂર કરે છે.

આ રસ શીતવીર્ય, પૌષ્ટીક અને કામોત્તેજક છે. જે પુરૂષોએ વધારે સ્ત્રીસમાગમથી અથવા બીજી રીતે પોતાના શુક્રને નષ્ટ કરી દીધું હોય, તેમને માટે આ રસ અમૃત રૂપ લાભદાયક છે. પિત્તપ્રધાન, પ્રકૃતિવાળા, ગાંજાે અને દારૂના વ્યસ્ની તથા અતિ મરી મસાલા ખાનારાઓને આનું સેવન વીર્યવર્ધકરૂપ કરવામાં આવે છે. આ રસના સેવનથી શુક્રમાં ઉષ્ણતા ઉત્પન્ન થાય છે તથા સ્ત્રી સમાગમ ઇચ્છા પહેલાના કરતા વધારે બળવાન બને છે.

ગર્ભાશયનો સોજાે, ગર્ભાશયની શિથિલતા, ગર્ભાશયના મુખ પર વ્રણ-ચાંદી કે ચીરો, કેટલાક પ્રકારના યૌન રોગો, ગર્ભાશયનો સોજાે વગેરેના કારણે શ્વેત પ્રદર થઈ શકે. વડની છાલના ઉકાળાનો ડુશ આપવાથી શ્વેત પ્રદર મટે છે. કાકડીના બીની મીંજ ૧૦ ગ્રામ અને સફેદ કમળની પાંદડી ૧૦ ગ્રામ વાટી તેમાં જીરુ અને સાકર મેળવી એક અઠવાડીયું લેવાથી શ્વેતપ્રદર મટે છે.

જીરુ અને સાકરનું ૩ ગ્રામ ચુર્ણ ચોખાનાં ઓસામણમાં પીવાથી શ્વેતપ્રદર મટે છે. બોરડીની છાલનું ચુર્ણ ૩-૩ ગ્રામ સવાર-સાંજ ગોળ સાથે લેવાથી શ્વેતપ્રદર મટે છે. ચણીબોરની છાલનું ચુર્ણ ગોળ અથવા મધ સાથે લેવાથી શ્વેતપ્રદર મટે છે. મેથીના બારીક ચુર્ણની પાણીમાં લુગદી બનાવી તેમાં કપડાનો ટુકડો ભીંજવી યોનીમાં દબાવી રાખવાથી શ્વેતપ્રદર મટે છે.

દરરોજ નવો ટુકડો તૈયાર કરવો. મેથી, હળદર અને ત્રીફળાના સમભાગે બનાવેલા એકથી દોઢ ચમચી ચુર્ણની પોટલી ગરમ પાણીમાં ડુબાડી કાઢી લેવી. ઠંડી પડ્યા પછી આ પોટલી સવારે-રાત્રે યોનીમાં મુકવી. એનાથી ગમે તે પ્રકારનો દારુણ શ્વેત પ્રદર પણ મટે છે. ખુબ જુનો ગોળ દરરોજ સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ ખાવાથી શ્વેતપ્રદર મટે છે. ગોળ ખુબ જુનો હોય તે બહુ મહત્ત્વનું છે. નવો ગોળ તાસીરે ગરમ હોય છે, આથી ફાયદાને બદલે નુકસાન થવાની શક્યતા છે.

માસીકની પીડા, માસીકની ફરીયાદ- લોહ તત્ત્વની ઉણપ-આયર્ન ડેફીસીયન્સી આપણને દરરોજ ૨૫ થી ૪૦ મી.ગ્રામ જેટલા લોહની જરુર પડે છે. ગર્ભવતી સ્ત્રીને ૪૦ મી.ગ્રામ.એની ઉણપથી પગ દુખે, કોઈ વાર પગમાં ટાંકણી ભોંકાતી હોય એમ લાગે, કંઈક સળવળતું હોય એવું લાગે, દીવસે આવું ન થાય પણ સુઈ જાઓ ને થવા લાગે.

આવા સંજાેગોમાં આયર્નની ગોળી લેવાથી બધી તકલીફ મટી જાય છે. કેમ કે મગજમાં ઉત્પન્ન થતા ડોપામાઈન નામના પદાર્થ માટે આયર્ન જરુરી છે. આયર્ન ઓછું હોય ત્યારે ડોપામાઈન ઓછું ઉત્પન્ન થાય અને તેથી દુખાવો થાય છે. આયર્ન લેવાથી ડોપામાઈન પુરતું થાય અને દુખાવો મટી જાય.

લોહ શામાંથી મળેઃ    જવ, અડદ, વટાણા, વાલ, ચોળા, ચણા, મગફળી, છાલ સાથે બટાકા, શક્કરીયાં, કાળી દ્રાક્ષ ખજુર, પાલખ, અંજીર, દાડમ, બીટ, કેળાં, પપૈયાં, સફરજન, સ્ટ્રોબેરી, રાસ્બરી, પ્લમ, જરદાલુ, બદામ, પિસ્તાં, અખરોટ, કાજુ, ટામેટાં, ઘઉંનું ઉપલું પડ, વગેરે. આ ખાદ્ય પદાર્થો યોગ્ય પ્રમાણમાં લેવાથી લોહ તત્ત્વની ઉણપ વરતાશે નહીં.

વધુ પડતું માસીક આવતું હોય તો સુકા ધાણાનો ઉકાળો ૧-૧ ગ્લાસ સવાર, બપોર, સાંજ પીવાથી લાભ થાય છે. દરરોજ કોપરું અને સાકર દીવસમાં ચાર-પાંચ વખત નીયમીત ખાવાથી અત્યાર્તવ-વધુ પડતું માસીક આવવાની ફરીયાદ મટે છે. રોજનું એક વાટી કોપરું ખાવું જાેઈએ.

એક ચમચો વીદારી કંદનો પાઉડર, એક ચમચો ઘી અને એક ચમચો સાકરનો પાઉડર મીશ્ર કરી સવાર-સાંજ છ-આઠ મહીના સુધી ચાટતા રહેવાથી વધુ પડતા માસીકની ફરીયાદ મટે છે. બધા જ ગરમ-તીખા પદાર્થો બંધ કરવા, બે વખત ઓછા નમકવાળો સાદો આહાર લેવો. રોજ સવારે, સાંજે અને રાત્રે બકરીનું દુધ પીવું – બધું મળી ઓછામાં ઓછું એક લીટર. દવામાં સવાર, બપોર, સાંજ ખાલી પેટે અશોકારીષ્ટ એક મોટો ચમચો ભરીને થોડું પાણી ઉમેરી પીવી. ત્રણ મહીના પછી દવા બંધ કરવી પણ બકરીનું દુધ ચાલુ રાખવું. પરેજી ચાલુ રાખવાથી માસીક નીયમીત થાય છે.

માસીક  ઓછું આવવું  બે બદામ અને બે ખજુર રાતે પાણીમાં પલાળી રાખી સવારે વાટી સહેજ માખણ અને સાકર મેળવી ખાવાથી છએક મહીનામાં અલ્પ માસીકની ફરીયાદ મટે છે. કાચું કે પાકું પપૈયું દરરોજ ૧ કીલોગ્રામ જેટલું અનુકુળ સ્વરુપમાં સેવન કરવાથી ઓછું માસીક આવવાની ફરીયાદ મટે છે. પ્રયોગ લાંબા સમય સુધી કરવો.

માસીક ઓછું આવતું હોય તો અશોકની છાલનો ઉકાળો પીવાથી માસીક વધુ આવવા લાગે છે. માસીક બંધ થઈ જવું રાત્રે ૨૦-૨૦ ગ્રામ ચણા અને તલ જરુરી પાણીમાં પલાળી સવારે બરાબર ઉકાળી નીતારીને એ પાણી પીવાથી માસીક બંધ પડી ગયું હોય તો તે ફરીથી ચાલુ થાય છે. સતત એક વર્ષ સુધી પ્રયોગ ચાલુ રાખવો જાેઈએ.

માસીકની પીડા, જીરુ અને હરડેનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ રાતે સુતી વખતે પાણી સાથે એક ચમચી જેટલું લેવાથી માસીકની પીડા મટે છે. મળશુદ્ધી બરાબર ન થતી હોય તેમાં પણ લાભ થાય છે. જીરુ વાયુનાશક છે અને હરડે ત્રણે દોષોનો નાશ કરે છે. આ પ્રયોગથી મળ, વાયુની શુદ્ધી થાય છે.

૧૦૦ ગ્રામ કઠ અને ૧૦ ગ્રામ કપુરનું મીશ્રણ કરી અડધી ચમચી ચુર્ણ એક ચમચી મધ સાથે દર ચાર-પાંચ કલાકે લેતા રહેવાથી માસીક સાફ કે ખુલાસાથી ન આવતું હોય કે દુખાવા સાથે આવતું હોય તેમાં લાભ થાય છે. ત્રણ ચાર વખત માસીક આવે ત્યારે દરરોજ સવાર-સાંજ ચારથી છ ચમચી અશોકારીષ્ટ પીવાથી કષ્ટાર્તવની પીડા મટે છે.

માસીકધર્મ વખતે પેડુમાં દુખાવો થતો હોય તો પાથી અડધી ચમચી જેટલું કલોંજી જીરાનું ચુર્ણ સોપારી જેટલા ગોળ સાથે રોજ સવારે લેવું. કલોંજી જીરુ કષ્ટાર્તવ, અલ્પાર્તવ, નષ્ટાર્તવ તથા ગર્ભાશયના દોષોમાં હીતાવહ છે. કષ્ટાર્તવનું એક બીજું ઔષધ છે ‘કુમાર્યાસવ.’ આ દ્રવ ઔષધ મળે છે.

માસીક ઓછું, અનીયમીત, મોડું કે દુખાવા સાથે આવતું હોય તો કુમાર્યાસવનું સેવન કરવું ખુબ ફાયદાકારક છે. ચારથી પાંચ ચમચી કુમાર્યાસવ એમાં એટલું જ પાણી મેળવી બેથી ત્રણ મહીના સવાર-સાંજ પીવું. લોહીવા હોય તો પણ ગર્ભ રહી શકતો નથી, અથવા અધુરે મહીને ગર્ભ પડી જાય છે. જીરુ અને સાકરનું ૩ ગ્રામ ચુર્ણ ચોખાના ઓસામણમાં પીવાથી લોહીવા મટે છે.

નાગકેસર લેવાથી લોહીવા મટે છે. ગાય કે બકરીના એક ગ્લાસ દુધમાં એટલું જ પાણી ઉમેરી એક ચમચી અશોક વૃક્ષની છાલનું ચુર્ણ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠંડુ કરી સવાર-સાંજ પીવાથી અને આહારમાં ગરમ પીત્તવર્ધક દ્રવ્યોનો ત્યાગ કરી, સંપુર્ણ આરામ કરવાથી રક્તપ્રદર લોહીવા મટે છે.

સવાર-સાંજ જમ્યા પછી બે ચમચી અશોકારીષ્ટમાં થોડું પાણી ઉમેરી પીવાથી વધુ પડતા માસીક-લોહીવાની તકલીફ તથા ગર્ભાશયની શીથીલતા દુર થાય છે. જેઠીમધ, કાંટાળું માયુ, દાડમનાં ફુલ અને ફટકડી સરખા વજને લઈ ઉકાળીને ઠંડુ કરેલું પાણી નાખી લસોટી નાખવાં. મીશ્રણ જ્યારે ઘટ્ટ થાય ત્યારે ખજુરના ઠળીયા જેવી લાંબી ગોળીઓ બનાવી છાંયડે સુકવી, દોઢથી બે માસ સુધી નીયમીત આ ઉપચાર કરવાથી લોહીવા, શ્વેતપ્રદર, ગર્ભાશયના મુખની જુની ચાંદી, ખંજવાળ, બળતરા વગેરે વીકૃતીઓ દુર થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.