Western Times News

Gujarati News

પત્નીની આત્મહત્યા બાદ પિતા દીકરીને લઈને તાપી નદીમાં કૂદ્યો

સુરત, સુરતમાં રહેતો સૌરાષ્ટ્રનો પરિવાર વિખેરાવાની દુખદ ઘટના બની છે. પત્નીએ આપઘાત કરતા પતિ હૈયાફાટ રૂદન કરીને ૭ વર્ષની પુત્રીને લઇને તાપી નદીમાં કુદ્યો હતો. જેમાં માસુમ પુત્રીનું મોત નિપજ્યુ છે અને પિતા સારવાર હેઠળ છે. સમગ્ર મામલામાં સામે આવ્યું કે, સાવકી દીકરીને લઇ થતાં પતિપત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ ઝેર ગટગટાવ્યું હતું. ત્યારે જેલ ન જવાની બીકે પતિએ પુત્રી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. પિતા સામે પુત્રીની હત્યાનો ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢના લીલવા ગામનો તળાવિયા પરિવાર સુરતમાં સ્થાયી થયો છે. રત્ન કલાકાર તરીકે કામ કરતા સંજય તળાવિયાનો પરિવાર સુરતના સરથાણા વિસ્તારમાં વ્રજભૂમિ વિસ્તારમાં રહે છે. સંજયભાઈના પોતાની પહેલી પત્ની જલ્પા સાથે ૨૦૧૮ ના વર્ષમાં ડિવોર્સ થયા હતા. જેનાથી તેમને ૭ વર્ષની દીકરી જીયા હતી. ડિવોર્સ બાદ જિયા પિતા સાથે રહેતી હતી.

થોડા સમય બાદ સંજયે રેખા નામની મહિલા સાથે બીજા લગ્ન થયા હતા. સંજયની ૩૨ વર્ષીય બીજી પત્ની રેખાના પણ અગાઉ છૂટાછેડા થયા હતા અને રેખાને પહેલાં લગ્નથી એક પુત્ર હતો. પરંતુ જીયાને સાચવવાના મુદ્દે બંને પત્ની પતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જેથી રેખાબેને બુધવારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી.

પત્નીની આત્મહત્યા જાેઈને સંજય ગભરાઈ ગયો હતો. પોતાને જેલ થશે તે ડરે તેણે પણ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. દીકરી જીયાને લઈને તે તાપી નદીમાં આત્મહત્યા કરવા પહોંચ્યો હતો.

સવજી કોરાટ બ્રિજ પર તેણે હૈયાફાટ રુદન કર્યું હતું, જેના બાદ તે દીકરી જીયાને લઈને નદીમાં કૂદ્યો હતો. પરંતુ સંજયને નદીમાં ડૂબતા જાેઈ સ્થાનિક લોકો મદદે આવ્યા હતા. પિતા પુત્રીને નદીમાં બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યા માસુમ જીયાનું પાણીમાં ડૂબીને મોત નિપજ્યુ હતું. મોડી સાંજે ફાયર બ્રિગેડની જીયાનો મૃતદેહ મળ્યો હતો. સંજય તળાવિયાનો જીવ બચ્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આમ, માતાપિતાના ઝઘડામાં એક માસુમ દીકરીનો જીવ લેવાયો હતો. આખરે આ માસુમનો શુ વાંક હતો કે, તેની પહેલી માતા તેને છોડીને જતી રહી હતી, અને બીજી માતે તેને મારતી હતી. માસુમ જીયાને લઈને પતિ પત્ની રોજ ઝઘડતા હતા. કાપોદ્રા પોલીસે રેખાબેનનાં મોત મામલે અકસ્માત મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ જીયાની હત્યાનો ગુનો દાખલ કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.