Western Times News

Gujarati News

શ્રી મારૂતિ કુરિયરે 36મી વર્ષગાંઠે એક જ દિવસમાં 36 ચેનલ પાર્ટનર્સ ઉમેર્યા

(From Left) Mr. Maulik Mokariya, Jt MD, Mr. Ajay Mokariya, MD and Mr. Rambhai Mokariya, Chairman, Shree Maruti Courier Services Pvt Ltd

‘જ્વેલ્સ ઓફ શ્રી મારૂતિ’ પહેલ હેઠળ કંપનીએ તેના નેશનલ નેટવર્કના 36 સ્ટાર કર્મચારીઓને અને અલગ અલગ કેટેગરીના 36 ચેનલ પાર્ટનર્સને સન્માનિત કર્યા

અમદાવાદ, દેશની સૌથી મોટી કુરિયર અને લોજિસ્ટિક્સ કંપની બનવા લક્ષ્યાંક સાથે શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડ આક્રમકપણે એક્સપાન્શન પર ધ્યાન આપી રહી છે. કંપનીની 36મી એનિવર્સરી નિમિત્તે શ્રી મારૂતિએ એક જ દિવસમાં દેશભરમાં 36 ચેનલ પાર્ટનર્સને જોડીને આ દિવસને સવિશેષ બનાવ્યો હતો.

ઉત્સાહિત કર્મચારીઓની અને ચેનલ પાર્ટનર્સની કંપની પ્રત્યેની પ્રતિબદ્ધતા, સમર્પણ અને અથાક પરિશ્રમની સરાહના કરવા માટે શ્રી મારૂતિએ દેશવ્યાપી નેટવર્કમાંથી 36 અત્યંત પ્રતિભાશાળી કર્મચારીઓ અને અલગ અલગ કેટેગરીના 36 ચેનલ પાર્ટનર્સની પસંદગી કરીને કંપની માટે તેમની પ્રતિબદ્ધતા અને સમર્પણ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ બાબતે શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય મોકરિયાએ જણાવ્યું હતું કે “અમારી 36મી એનિવર્સરીના દિવસે શ્રી મારૂતિ પરિવારમાં 36 ચેનલ પાર્ટનર્સને જોડીને અમે ગર્વ અનુભવી રહ્યા છીએ. આ દિવસ અમારા માટે ખાસ એટલા માટે પણ છે

કારણ કે અમે દબદબાભેર 36 વર્ષ પૂરા કરનારી પહેલી અને એકમાત્ર ભારતીય એક્સપ્રેસ કુરિયર કંપની બન્યા છીએ. અમારો વિકાસ અને એક્સપાન્શન દેશવ્યાપી નેટવર્કને મજબૂત બનાવવાના અને અમારી સેવાઓ માટે સર્વોચ્ચ ગ્રાહક સંતોષ હાંસલ કરવાના અમારા વિઝનને અનુરૂપ છે. આ એનિવર્સરી નિમિત્તે અમે અમારા કર્મચારીઓ તથા ચેનલ પાર્ટનર્સની કામગીરીને બિરદાવવા માટે ‘જ્વેલ્સ ઓફ શ્રી મારૂતિ’ પહેલ પણ શરૂ કરી છે.”

(From Left) Mr. Maulik Mokariya, Jt MD, Mr. Ajay Mokariya, MD and Mr. Rambhai Mokariya, Chairman, Shree Maruti Courier Services Pvt Ltd

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “શ્રી મારૂતિ કંપનીના વિકાસમાં ચેનલ પાર્ટનર્સની મહત્વની ભૂમિકાની સરાહના કરે છે. ચેનલ પાર્ટનર્સની સિનિયોરિટી, સમર્પણ અને વિકાસમાં તેમના પ્રદાન જેવા વિવિધ પેરામીટર્સને ધ્યાનમાં રાખતાં મેનેજમેન્ટ દરેક કેટેગરી હેઠળના 36 ચેનલ પાર્ટનર્સનું સન્માન કરે છે. 36મી એનિવર્સરીના પ્રસંગે કંપની તેના તમામ ક્લાયન્ટ્સ અને બિઝનેસ એસોસિયેટ્સ પ્રત્યે નિષ્ઠાપૂર્વકની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે જેમણે અમને સેવાઓ પૂરી પાડવાની તક આપી છે અને તમામ પ્રકારે સહકાર આપ્યો છે.”

શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડ ભારતની ટોચની ત્રણ અગ્રણી કુરિયર અને લોજિસ્ટિક્સ કંપનીઓમાં સમાવિષ્ટ છે જે પ્રશંસનીય બ્રાન્ડ નેમ, વિશ્વાસ અને વિશ્વસનીયતા ધરાવે છે. વર્ષ 1985માં સ્થપાયેલી કંપની દેશભરમાં 120 રિજનલ ઓફિસ અને 3,200 ચેનલ પાર્ટનર્સનું વિશાળ નેટવર્ક ધરાવે છે.

નવા ચેનલ પાર્ટનર્સ ઉમેરીને કંપની દેશભરના ખૂણેખૂણે કુરિયર અને લોજિસ્ટિક્સ સર્વિસીઝ પૂરી પાડવા તેનું નેટવર્ક મજબૂત બનાવી રહી છે.

શ્રી મારૂતિ દેશભરમાં ફેલાયેલું 3,200 આઉટલેટ્સનું મજબૂત નેટવર્ક પર ધરાવે છે. કુરિયર સર્વિસીઝ ઉપરાંત કંપનીએ સપ્લાય ચેઈન અને ઈન્ટરનેશનલ કાર્ગો સર્વિસીસ ક્ષેત્રે પણ વિસ્તરણ કર્યું છે. કંપની તેના નેટવર્કમાં દેશભરમાં વધુ 2,000 લોકેશન્સ ઉમેરવાની પ્લાનિંગ કરી રહી છે.

નેટવર્ક એક્સપાન્શન, સપ્લાય ચેઈન સોલ્યુશન્સ, ઈન્ટરનેશનલ સર્વિસીઝ જેવી નવી પ્રોડક્ટ્સને પ્રમોટ કરીને તેમજ  ઈનોવેટિવ આઈડિયાઝ તથા અપગ્રેડેડ ટેક્નોલોજી સાથે વર્લ્ડ ક્લાસ લોજિસ્ટિક સોલ્યુશન્સ પૂરા પાડીને શ્રી મારૂતિ આગામી પાંચ વર્ષમાં રૂ. 1,000 કરોડના ટર્નઓવરનો લક્ષ્યાંક રાખે છે.

પોતાના સમર્પણ અને મહેનત બદલ કર્મચારીઓ તથા ચેનલ પાર્ટનર્સને સન્માનિત કરવામાટે શ્રી મારૂતિ એક ઉત્તમ વર્કપ્લેસ ઊભું કરવાની પરંપરા અને મૂલ્યોને આગળ ધપાવી રહી છે. ‘જ્વેલ્સ ઓફ શ્રી મારૂતિ’ પહેલ હેઠળ કંપની તેના કર્મચારીઓ તથા ચેનલ પાર્ટનર્સ માટે શ્રેષ્ઠતમ એચઆર પ્રેક્ટિસીસ લાવી રહી છે.

ભારતના વિવિધ સેન્ટર્સથી પસંદ કરાયેલા 36 કર્મચારીઓ અને અલગ અલગ કેટેગરી હેઠળના 36 ચેનલ પાર્ટનર્સને તેમની કામગીરી અને કામ પ્રત્યે તેમના અભૂતપૂર્વ ઉત્સાહ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને પ્રમાણપત્ર અને ગિફ્ટ વાઉચર્સ આપીને કંપની માટેની તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.