Western Times News

Gujarati News

નરોડા કઠવાડા રોડ પર મધરાત્રીએ દારૂ પીને ગુનેગારો છાક્ટા થઈને ફરે છે

નરોડા કઠવાડા રોડ વ્યાસવાડી પાસે આવેલા રુદ્ર ડેરી એન્ડ પાન પાર્લરનો કથિત માલિક જિગ્નેશ જયસ્વાલ પોતાના કથિત મકાન દારૂડિયાને ભાડે આપી તેને બચાવવા મધરાતે કારસો રચ્યાની ચકચાર!

તસવીર નરોડા કઠવાડા રોડ પર આવેલા રુદ્ર ડેરી એન્ડ પાન પાર્લર ની છે બીજી તસવીર એક નંબર વગરની બાઇકની છે! આ બાઈક ની આગળ નંબર નથી કે પાછળ નથી! જ્યારે ત્રીજી તસવીર આ બાઇક નરોડા કઠવડા રોડ ઉપર આવેલ શ્રેયાંશનાથ પ્રભુ સોસાયટી બંગલા નંબર ૧ ની છે આ મકાન ની કહાની પણ અજીબો-ગરીબ છે

શ્રેયાંશનાથ પ્રભુ સોસાયટી માં આવેલ મકાન નંબર ૧ એ દશરથ ભાઈ પ્રજાપતિનું હતું તેમનું અવસાન થતા તેમની પૌત્રીને કથિત પ્રેમ કરીને તેની સાથે લગ્ન કરીને કોઇપણ જાતના કાયદેસરના અધિકારના પુરાવા વગર જીગ્નેશ જયસ્વાલ નામના યુવકે કબજાે જમાવી દીધો હોવાનું મનાય છે

અને કહેવાતું શ્રેયાંશનાથ પ્રભુ સોસાયટીની બહાર આવેલ રુદ્ર પાન પાર્લર ચલાવે છે કહેવાય છે કે તારીખ ૧૭.૧૦.૨૦૨૧ના રોજ એક વ્યક્તિ શ્રેયાંશનાથ પ્રભુ સોસાયટી ના મુખ્ય ગેટમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરતા પડી ગયા બાદ તેને ઊભો કરનારાઓને ખબર પડી કે બાઈક ચલાવનાર વ્યક્તિ ખૂબ જ દારૂ પીધેલી હાલતમાં છે અને નશો કર્યા બાદ પડી ગયો છે!

ત્યારબાદ તેના સાગરિતો દોડી આવીને તેને બીજા બાઈક ઉપર બેસાડી સોસાયટીની બહાર નીકળી ગયા હતા પરંતુ આ ચકચારી ઘટનામાં એવી ચોંકાવનારી બાબત બહાર આવી છે કે જે વ્યક્તિ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં શ્રેયાંશનાથ પ્રભુ સોસાયટી ના મુખ્ય ગેટમાંથી મોડી રાત્રે નીકળ્યો હતો

એ શ્રેયાંશનાથ પ્રભુ સોસાયટી માં આવેલ મકાન નંબર ૧ પર કબજાે જમાવી બેઠેલા જીગ્નેશ જયસ્વાલ ના મકાનમાં ભાડે રહે છે! અને નંબર વગર નું બાઈક રાખનાર દારૂડિયાને મકાન ભાડે આપેલ છે! અને આ દારૂડિયાને સલામત રીતે સોસાયટી માંથી બહાર કાઢી સલામત જગ્યાએ મૂકવા જનાર સોસાયટી ની બહાર આવેલ રુદ્ર ડેરી એન્ડ પાન પાર્લર વાળો જીગ્નેશ જયસ્વાલ અને તેનો કોઈ સાગરીતો હતો એવું કહેવાય છે

તસવીરમાં દેખાતુ બાઈક મકાન નંબર એક પાસે પડેલું છે અને તે બાઈક ની આગળ પાછળ કોઈ નંબર નથી!! નરોડા પોલીસે દારૂ પીને બાઈક ચલાવનાર વ્યક્તિ કોણ હતો આ મકાન ભાડે આપનાર જીગ્નેશ અને તેના જ મકાનમાં ભાડે રહેતા સાથે શું સંબંધ છે? દારૂડિયા સામે ઓહાપોહ થતા તેને બીજા બાઈક પર બેસાડી ભગાડી જનારા માં જીગ્નેશ જયસ્વાલ સાથે બીજાે યુવક કોણ હતો તેની નરોડા પોલીસે તથા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઊંડી તપાસ કરશે?

નંબર વગરનું બાઈક જપ્ત કરવાની જરૂર છે આ નંબર વગરનું બાઈક દારૂની ખેપ મારવા માટે વપરાતું નથી ને?! એટલું જ નહીં ‘રુદ્ર ડેરી એન્ડ પાન પાર્લર’ મોડા સુધી ગલ્લો ખૂલો રાખે જે તપાસ પોલીસ ખાતાએ કરવાની જરૂર છે જેથી નરોડા વિસ્તારમાં વધુ ગુનાખોરી ની ઘટના બનતી અટકે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

શ્રેયાંશનાથ પ્રભુ સોસાયટી માં આવેલ મકાન નંબર એક ના માલિકનું અવસાન થયા બાદ તેમની પૌત્રી સાથે કથિત લગ્ન કરી મકાન પર કબજાે જમાવી જીગ્નેશ જયસ્વાલ ગુનાહિત તત્વો ને મકાન ભાડે આપે છે જે નંબર વગરનું બાઈક રાખે છે?

ગ્રીક ચિંતક અને વૈજ્ઞાનિક એરિસ્ટોટલે કહ્યું છે કે ‘રાજ્ય ચલાવવા માટે સારા કાયદાઓ કેટલા જરૂરી નથી જેટલા સારા અધિકારીઓની જરૂર છે’’!! ત્યારે અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને તમે કહ્યું છે કે ‘‘કાયદાઓ ઘડવા કરતાં તેનો અમલ થાય એ વધારે અગત્યનું છે!!

કાયદાનું શાસન સાબિત કરવાની જવાબદારી પોલીસ અધિકારીઓની છે પરંતુ પોતાના બાળકોને અને યુવાન દીકરા દીકરીઓને સંસ્કાર આપવાની જવાબદારી પરિવારજનોની છે!! પરંતુ મધરાત્રીએ ગુનેગારો કેવા છાક્ટા થઈને ફરે છે અને તેના સમર્થક સાથીઓ તેનો કેવી રીતે બચાવે છે તે સમજવાની જવાબદારી પ્રત્યેક નાગરિકની છે અને આવા તત્વોને શોધી કાઢી ઝબ્બે કરી જેલના સળિયા પાછળ ધકેલવાની અને શહેરમાં કાયદાનું શાસન ભણાવવાની જવાબદારી જે-તે પોલીસ સ્ટેશનના અધિકારીઓની છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.