Western Times News

Gujarati News

BRTSની મોટી ભેટ: વિવિધ કેટેગરી માટે ડિસ્કાઉન્ટ અને પાસ સિસ્ટમમાં રાહત

Files Photo

અમદાવાદ, BRTSમાં મુસાફરી કરનારા લોકો માટે આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. BRTS દ્વારા મુસાફરો માટે માસિક, ત્રિમાસિક પાસ સિસ્ટમની જાહેરાત કરાઈ છે. મુસાફરો માટે વિવિધ કેટેગરી માટે ડિસ્કાઉન્ટ પણ જાહેર કરાયું છે.

આવતીકાલથી ૬ સેન્ટર પર જેતે સિસ્ટમ અને ડિસ્ટાઉન્ટના પાસ મળી રહેશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, BRTSમાં મુસાફરી કરનાર ૬૫થી ૭૫ વર્ષના સિનિયર સિટીઝન માટે ટિકિટના ૪૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જ્યારે ૭૫ વર્ષથી ઉપરના માટે ૧૦૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરેલા રમતવીરો માટે પણ BRTS બસમાં ૧૦૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલથી ૬ સેન્ટર પર જેતે સિસ્ટમ અને ડિસ્ટાઉન્ટના પાસ મળી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.