Western Times News

Gujarati News

સેનામાં 39 મહિલા ઓફિસર્સને મળશે સ્થાયી કમિશનઃ સુપ્રીમમાં મોટી જીત

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં ભારતીય સેનાની 39 મહિલા અધિકારીઓને મોટી જીત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યુ છે કે તેઓ આ મહિલા અધિકારીને સ્થાયી કમિશન આપવાનો આદેશ જારી કરે. સાથે જ કોર્ટે 25 મહિલા અધિકારીને સ્થાયી કમિશન ના આપવાના કારણો વિશે વિસ્તૃત જાણકારી આપવા માટે પણ કહ્યુ છે.

સુપ્રીમ કોર્ટમાં સેનાની મહિલા અધિકારીઓની તરફથી દાખલ અવમાનના અરજી પર જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચમાં મહત્વની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી એએસજી સંજય જૈન અને વરિષ્ઠ વકીલ આર બાલાસુબ્રમમણ્યને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ બીવી નાગરત્નીની બેન્ચે જણાવ્યુ કે 72માંથી એક મહિલા અધિકારીએ સર્વિસથી રિલીઝ કરવાની અરજી આપી છે. સરકારે બાકી 71 કેસ પર પુનર્વિચાર કર્યો. જેમાંથી માત્ર 39એ સ્થાયી કમિશન આપવામાં આવી શકે છે કેમ કે બાકી 32માંથી 7 ચિકિત્સકીય રીતે સ્થળ બહાર છે જ્યારે 25 વિરૂદ્ધ શિસ્ત વગરનો ગંભીર મુદ્દો છે અને તેમની ગ્રેડિંગ ખરાબ છે.

અગાઉ સુપ્રીમ કોર્ટે 8 ઓક્ટોબરે સેનાને કહ્યુ હતુ કે તમે પોતાના સ્તરે આ મુદ્દો ઉકેલો. એવુ ના કરો કે આને લઈને અમારે ફરીથી કોઈ આદેશ આપવો પડે.

મહિલા અધિકારીઓની માનીએ તો સુપ્રીમ કોર્ટે 25 માર્ચ 2021એ નિર્ણય સંભળાવ્યો હતો કે જે મહિલાઓના સ્પેશ્યસ સેલેક્શન બોર્ડમાં 60 ટકાથી વધારે ગુણ મળ્યા છે અને જેમના વિરૂદ્ધ ડિસિપ્લિન અને વિજિલન્સના કેસ નથી તે મહિલા અધિકારીઓને સેના કાયમી કમિશન આપે. તેમ છતાં આ મહિલાઓને સ્થાયી કમિશન હજુ સુધી આપવામાં આવ્યુ નથી. સેના કોઈને કોઈ કારણથી આ મહિલાઓને સ્થાયી કમિશન આપી રહી નથી. એટલુ જ નહીં આ મહિલાઓને સેનાએ રિલીઝ કરવાનુ પણ શરૂ કરી દીધુ હતુ. જેની પર હાલ કોર્ટે રોક લગાવી દીધી છે. 10 ઓગસ્ટે આ મહિલાઓએ રક્ષા મંત્રાલય અને સેનાને કાનૂની નોટિસ મોકલી તો તેનો પણ કોઈ રિપ્લાય આવ્યો નહીં ત્યારે જઈને તેમણે ફરીથી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

સેનામા આમ તો અત્યારે 1500 નજીક મહિલા અધિકારી છે જ્યારે પુરૂષ અધિકારીની સંખ્યા 48,000ની આસપાસ છે. એટલે કે પુરૂષ અધિકારીઓની તુલનામાં આ સંખ્યા લગભગ ત્રણ ટકા જ છે. હવે સેનાની આ મહિલા અધિકારીઓની આશા ફરીથી સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે કે તેઓ આને સેનામાં કોઈ સ્થાયી કમિશન આપી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.