Western Times News

Gujarati News

29 નવેમ્બરથી શરૂ થઈ શકે છે સંસદનુ શિયાળુ સત્ર

નવી દિલ્હી, સંસદનુ શિયાળુ સત્ર નવેમ્બરના ચોથા સપ્તાહથી શરૂ થઈ શકે છે. સંસદીય સૂત્રોએ શુક્રવારે કહ્યુ કે એક મહિના સુધી ચાલનારા શિયાળુ સત્રના કોવિડ-19 પ્રોટોકોલની સાથે નવેમ્બરના ચોથા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે.

સૂત્રોએ કહ્યુ કે સત્રમાં લગભગ 20 બેઠક થવાની સંભાવના છે અને આ ક્રિસમસથી પહેલા સમાપ્ત થઈ જશે. મહામારીને ધ્યાનમાં રાખતા સંસદનુ શિયાળુસત્ર ગયા વર્ષે આયોજીત કરવામાં આવ્યુ નહીં અને બાદના બજેટ સત્ર અને ચોમાસુ સત્રમાં ઘટાડો કર્યો હતો.

જોકે આની પર અત્યારે કોઈ સત્તાકીય નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ સૂત્રોએ કહ્યુ કે સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ શકે છે અને 23 ડિસેમ્બરની આસપાસ ખતમ થઈ જશે. લોકસભા અને રાજ્યસભા બંને એક સાથે ચાલશે અને સદસ્ય સોશ્યલ ડિસ્ટન્સિંગ માનદંડોનુ પાલન કરશે. પહેલા કેટલાક સત્રમાં બંને સદન અલગ-અલગ સમય પર બેઠક કરતા હતા જેથી આ સુનિશ્ચિત કરવામાં આવી શકે કે સંસદ પરિસરની અંદર વધારે લોકો હાજર નહીં હોય.

શિયાળુ સત્રમાં પરિસર અને મુખ્ય સંસદ ભવનમાં પ્રવેશ કરનારને દરેક સમયે માસ્ક પહેરવા પડશે અને કોવિડ-19 પરીક્ષણથી પસાર થવુ પડી શકે છે. શિયાળુ સત્રનુ મહત્વ એટલા માટે છે કે કેમ કે આ રાજકીય રીતે મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીથી કેટલાક મહિના પહેલા હશે જેને 2024ની સામાન્ય ચૂંટણી માટે સેમિફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.