Western Times News

Gujarati News

૯૮.૮ લાખ મ.પ્ર.માં ચોરના ઘર પાસેના ખાડામાંથી મળ્યા

સુરત, ૧૦ ઓક્ટોબરના રોજ ન્યૂ સિટી લાઇટ વિસ્તારમાંથી જાણીતા બિલ્ડરની ઓફિસમાંથી ૯૦ લાખની રોકડની ચોરીમાં કથિત સંડોવણી બદલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ બુધવારે મધ્યપ્રદેશના બે ભાઈઓની ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ પોલીસે એમપીના અલીરાજપુર જિલ્લાના છોટી જીરી ખાતે તેમના ઘરની પાછળના ખાડામાં દાટેલા ૯૮.૮ લાખ રૂપિયા રોકડા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસમાં જાણવા મળ્યું કે બંને ભાઈઓએ કુલ ૧.૭૫ કરોડ રૂપિયાની ચોરી કરી હતી પરંતુ ફરિયાદ નોંધાવતી વખતે પીડિતને લોકરમાં રાખવામાં આવેલી ચોક્કસ રકમ વિશે જાણકારી નહોતી. પોલીસને કુલ રૂ. ૨૦,૦૦૦ની કિંમતના બે મોબાઇલ મળી આવ્યા હતા જે ચોરાયેલા નાણાંમાંથી ખરીદવામાં આવ્યા હતા જ્યારે બાકીના ૭૬ લાખ રૂપિયા હજુ સુધી વસૂલવાના બાકી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે, ચોરાયેલા રૂપિયા તેણે તેના પિતા અને ગર્લફ્રેન્ડને આપ્યા હતા.

પોલીસે છોટા જીરી ગામના રહેવાસી અમપાલ બિશન મંડલોઇ પટેલ (૨૦) અને તેના ભાઇ નેપાલ (૨૬) ની ધરપકડ કરી હતી. રોકડ છુપાવીને મંડલોઇ ઇન્દોરમાં રહેવા ગયો હતો. પોલીસને શંકા છે કે અજીત બિંદ (૨૫) જેનો ૧૨ ઓક્ટોબરે વેસ્ટર્ન કન્સ્ટ્રક્શનના સ્ટાફ ક્વાર્ટર્સ આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તેનું નામ પણ ચોરી સાથે જાેડવામાં આવશે તેવા ડરથી તેણે જીવન ટૂંકાવ્યું હતું.

મંડલોઇને વેસ્ટર્ન કન્સ્ટ્રક્શનની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી મળી. તેણે સપ્ટેમ્બર સુધી ત્યાં કામ કર્યું અને પોતાના ગામમાં રહેવા માટે નોકરી છોડી દીધી. કામ દરમિયાન તેણે કેશિયરની હિલચાલ અને ઓફિસમાં રોકડનું સંચાલન જાેયું. લોકરની ચાવીઓ ક્યાં રાખવામાં આવી છે તેની તેને જાણ હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેણે પોલીસને કહ્યું કે તેના પિતાએ તેની બહેનોની કોલેજની ફી માટે લીધેલા પાંચ લાખ રૂપિયાનું દેવું ચૂકવવા માટે તેને પૈસાની જરૂર છે. જાે કે, અમે હજી પુષ્ટિ કરી નથી કે તે સાચું કહે છે કે નહીં. મંડલોઇ ક્યાંય પણ નિષ્ઠાપૂર્વક કામ કરતો ન હતો અને જે કમાતો હતો તે ખર્ચ કરી દેતો હતો.

મંડલોઇ ૧૦ ઓક્ટોબરના રોજ વહેલી સવારે બસ દ્વારા તેના ભાઈ નેપાલ સાથે ગામ છોડીને સાંજે શહેરમાં પહોંચ્યો. પહોંચ્યા પછી, ઢાંકેલા ચહેરા સાથે ગુનાના સ્થળે ગયો. રવિવાર હોવાથી ઓફિસની અંદર કોઈ હાજર નહોતું. તેણે લોકરની ચાવી મેળવવા માટે ડ્રોવર ખોલીને રોકડની ચોરી કરી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપી સીસીટીવીમાં કેદ થયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.