Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોના કેસમાં ફરીથી વધારોઃ નવા 25 કેસ

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૨૫ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૬ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૧૨૬ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૭૬ ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૩,૨૧,૦૫૮ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૬૫ એક્ટિવ કેસ છે.

જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૧૫૯ સ્ટેબલ છે. ૮,૧૬,૧૨૬ નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. ૧૦૦૮૭ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે એક પણ વ્યક્તિનું મોત થયું નથી.

અમદાવાદ કોર્પોરેશનમાં ૪ કેસ નોંધાયા છે, જ્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું હોય તેમ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વલસાડમાં ૬ કેસ આવ્યા છે. નવસારીમાં ૪ કેસ આવ્યા છે. સુરતમાં ૩, કચ્છ, રાજકોટ કોર્પોરેશન, સુરત કોર્પોરેશનમાં ૨-૨-૨, જ્યારે ભાવનગર અને જૂનાગઢમાં ૧-૧ કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ ૨૫ કેસ આવ્યા છે.

રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૫ ને પ્રથમ જ્યારે ૧૭૯૮ વર્કર્સને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૮૪૦૭ નાગરિકોને રસીનો પ્રથમ, જ્યારે ૭૦૦૩૭ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષ સુધીના ૫૨૬૬૫ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને ૧૭૮૧૧૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૩,૨૧, ૦૨૮ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં ૬,૮૩,૨૧,૯૯૮ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.