Western Times News

Gujarati News

ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેનના અધ્યક્ષસ્થાને મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ

નડિયાદ, સરકારે અઢળક યોજનાઓ મહિલાઓના ખોળામાં મુકી છે – મહિલા આયોગ ચેરમેન લીલાબેન અંકોલીયા ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને ખેડા જિલ્લા પંચાયત નડીયાદના સંયુક્ત ઉપક્રમે મહિલાઓર્મા પોતાના હક્ક તેમજ હિતોનું રક્ષણ કરી શકે

તેવા મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ માટે શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન બી . અંકોલીયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું . આ કાર્યક્રમમાં મહિલાઓની સુરક્ષા તેમજ તેઓના માટે રક્ષણ અંગેના કાયદા એકટ અથવા સ્ત્રીઓને લગતી કલમોની અનુસુચી વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી .

જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવેએ જણાવ્યું હતું કે , ઘરનું ચાલકબળ સ્ત્રી છે . શ્રદ્ધાનું ચાલકબળ સ્ત્રી છે. તેઓશ્રીએ જણાવ્યું હતુ કે , સ્ત્રીઓ થકી જ સારા રાષ્ટ્રનું નિર્માણ થઇ શકે છે . જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેનએ કાર્યક્રમને અનુરૂપ વિગતવાર ચર્ચા કરી હતી . તેઓશ્રીએ જણાવ્યું હતું કે , મહિલા અને બાળવિભાગ આયોગની શરૂઆત નરેન્દ્રભાઇ મોદીએ કરાવી હતી .

બાળકોને સારો પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આંગણવાડી કેન્દ્ર ખાતેથી બાળકોને એકદમ શુદ્ધ અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે . તેઓશ્રીએ જણાવ્યું હતુ કે જિલ્લામાં ૧૯૭૯ આંગણવાડી કાર્યરત છે . એક આંગણવાડીમાં ૩૦ થી ૪૦ બાળકો આવે છે .

તેમજ કુપોષિત બાળકો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે . સગર્ભા મહિલાઓની ડિલીવરી સરકારી દવાખાનામાં થાય તેવા કાર્યક્રમો કરવામાં આવે છે . તેમજ સરકારની વીવીધ યોજનાઓ ઘરના આંગણા સુધી પહોંચે તે માટે આંગણવાડીની બહેનો ઘરે ઘરે જઇ માહિતી આપી લોકોને મદદગાર બને છે .

કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેનએ જણાવ્યું હતું કે , ગુજરાતમાં મહિલાઓના પ્રશ્નોના નિરાકરણ માટે ૨૭૦ નારી અદાલતો કાર્યરત છે જેમાં ૪૦૦ બહેનો કાર્ય કરે છે . દેશની તમામ બહેનો શિક્ષણ તરફ આગળ વધે તેમજ એક નવા સમાજનું ઘડતર કરે .

તેઓશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે , બહેનોના પ્રશ્નોને ત્વરીત ન્યાય મળે તે માટે અમે કાર્યરત છીએ . ગુજરાત સરકારની ૧૩૮ જેટલી યોજનાઓ અમે ઘર ઘર સુધી પહોંચાડી તેના વિશે લોકોને માહિતગાર કર્યા છે . સશક્ત સમાજ માટે મહિલાઓનું સશક્ત હોવું જરૂરી છે . તેમજ મહિલાઓ સામે થતા ગુનાઓ , પોલિસ ફરીયાદ અંગેના અધિકારો , મહિલાની મર્યાદા અને શીલ સાથે છેડછાડ અંગેની જાેગવાઇ પર ચર્ચા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.