Western Times News

Gujarati News

ઉદગમ સ્કૂલે લેઈટ ફી પેટે મળેલા પ.ર૧ લાખ અક્ષયપાત્રને દાન કર્યા

અમદાવાદ, ઉદગમ સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી લેઈટ ફી પેટે વસુલ કરેલા રૂ.પ.ર૧ લાખ અક્ષય પાત્ર ફાઉન્ડેશનને દાન કરાયા છે. ઉદગમ સ્કુલના એકિઝકયુટીવ ડિરેકટર મનની ચોકસીને જણાવયું હતું કે, અમુક વાલીઓો સ્કુલની ફી અનેક વખત મુદત વધાર્યા પછી પણ સમયસર ભરતા નથી.

જેથી સ્કુલ દ્વારા દંડ તરીકે સામાન્ય લેઈટ ફી વસુલ કરવાનું શરૂ કર્યું હતું. વાલીઓ પાસેથી લેઈટ ફી લેવા પાછળ અમારો આશય પૈસા કમાવવાનો ન હતો, પરંતુ શિક્ષકોને સમયસર પગાર મળી રહે તે માટે નિયત સમયે ફી ભરાય તે માટે લેઈટ ફી લેવાનું નકકી કરાયું હતું. અમે વાલીઓ પાસેથી જે લેઈટ ફી લીધી છે તે રકમ અક્ષયપાત્રને દાન કરી છે. જેથી ગરીબ બાળકો માટે તે રકમનો ઉપયોગ કરાશે.

શાળા દ્વારા ફી માટે નકકી કરવામાં આવેલી તારીખે વાલીઓ ફી ભરે તો સ્કૂલ પોતાના ખર્ચા અને શિક્ષકોનો પગાર સમયસર કરી શકે છે. જાે વાલી આર્થિક સંકડામણના કારણે સમયસર ફી ભરી શકે તેમ ન હોય અને તે શરૂઆતમાં જ ઓનલાઈન ફોર્મ ભરી આ અંગે સ્કૂલને જાણ કરે

તો તેમની પાસેથી શાળા દ્વારા લેઈટ ફી પણ લેવાતી ન હોવાનું મનન ચોકસીએ જણાવ્યું હતુું. સ્કુલના અંદાજે ૧ર૦૦ જેટલા વાલીઓએ લેઈટ ફી પેટે રૂ.પ.ર૧ લાખ જેટલી રકમ ભરી હતી, જે સ્કુલે અક્ષયપાત્રને દાનમાં આપી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.