Western Times News

Gujarati News

“રાષ્ટ્રીય એકતા દિવસ” બાઇક રેલી ડભાણ ખાતે આવી પહોંચતા સ્વાગત કરાયુ

તસવીરઃ સાજીદ સૈયદ, નડિયાદ

(પ્રતિનિધિ)નડિયાદ, કચ્છના લખપતથી શરૂ થયેલ બાઇક રેલી તા . ૨૭ ના રોજ કેવડીયા ખાતે સમાપન થશે લખપતથી શરૂ થયેલ બાઇક રેલી સમગ્ર વિશ્વને એકતાનો સંદેશ પૂરો પડશે – વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી શરૂ થયેલ બાઇક રેલી આજે સવારે નડીઆદ તાલુકાના ડભાણ ખાતે આવી હતી . આ બાઇક રેલીમાં ૨૫ બાઇક સવાર સાથે કુલ ૭૫ પોલીસ કર્મીઓ જોડાયા હતા.
જ્યારે નડીઆદથી બીજા ૪૫ બાઇક સવાર રેલીમાં સામેલ થયા હતા. આ રેલીને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ , જિલ્લા કલેકટર કે.એલ.બચાણી , પોલીસ અધિક્ષક અર્પીતા પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, અજયભાઈ બ્રહમભટ્ટ, ગામના સરપંચ તથા ઉપસ્થિત ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓ દ્વારા ફુલહાર થી બાઇક સવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .
ત્યારબાદ આ બાઇક રેલી નડીઆદ શહેરના સરદાર પટેલ સર્કલ , સરદાર પટેલ પ્રતિમા , ર્ડા.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા , સંતરામ મંદિર સર્કલ થઇ સરદાર પટેલના જન્મ સ્થળ દેસાઇ વગો ખાતે પહોંચી હતી.
જ્યાં મુખ્ય દંડક પંકજભાઇ અને ઉપસથિત મહાનુભાવો દ્વારા સરદારની તસ્વીરને સુતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા . ત્યારબાદ રેલી મહાગુજરાત સર્કલ , પારસ સર્કલ થઇ ઇપ્કોવાલા હોલ ખાતે પહોંચી હતી . ઇસ્કોવાલા હોલ ખાતે આવી પહોંચેલ આ બાઇક રેલીનું ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અર્પિતાબેન પટેલે સ્વાગત પ્રવચન કરી બાઇક સવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ રેલી દ્વારા એકતાનો સંદેશ ગામે ગામ પહોંચી રહ્યો છે.
આઝાદીના અમૃત મહોત્સવ દિવસની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અનુસંધાને આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. લખપતથી શરૂ થયેલ અને કેવડીયા ખાતે સમાપન થનાર આ બાઇક રેલી સમગ્ર વિશ્વને એકતાનો સંદેશ પૂરો પાડે છે તેમ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું.
તેઓએ જણાવ્યું કે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતાની મિશાલ છે . વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ સરદાર પટેલ જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરેલ હતું . સરદાર પટેલની ૧૪૬ મી જન્મ જયંતિ પ્રસંગે ભાવાંજલી આપતા  પંકજભાઇએ વધુમાં જણાવ્યું કે સરદાર પટેલ એક વિશ્વ વિભૂતી છે.
નવી પેઢીને સરદારના વિચારો અને કાર્યોથી માહીતગાર કરવા રેલી ખૂબ ઉપયોગી બની રહેશે . આ બાઇક રેલીનું તા . ૨૭ મીએ કેવડીયા ખાતે સમાપન થશે ત્યારે કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા અંગેના વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.
કેવડીયામાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એક વૈશ્વીક ઓળખ અને પ્રવાસનનું પસંદગીનું સ્થળ બની ગયું છે . તેમ તેઓએ ઉમેર્યુ હતું. આ બાઇક રેલીમાં જોડાયેલ મહિલા બાઇક સવાર પોલીસ કર્મીઓની નારી શક્તિને વંદન કરી તેમની હિંમતને બિરદાવી હતી.
પ્રાંત અધિકારી એમ.કે.પ્રજાપતિએ પ્રાસંગીક ઉદબોધન કરતાં જણાવ્યું કે દેશ અનેક ધર્મો , ભાષાઓ અને સંપ્રદાય વહેંચાયેલો છે ત્યારે સ્વતંત્ર્યતા અને રાષ્ટ્રીય એકતા ખૂબ જરૂરી છે . સરદાર પટેલે દેશના ૫૬૨ દેશી રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કરેલ છે . જેથી તેઓને ભારતના બિસ્માર્ક પણ કહેવામાં આવે છે . આ પ્રસંગે તેઓશ્રીએ તમામ બાઇક સવારોને અભિનંદન પાઠવ્યા હતા.
નડીઆદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલાએ તેઓના પ્રાસંગિક પ્રવચનમાં એકતાનો સંદેશ લઇને આવેલ બાઇક રેલીને અભિનંદન આપી શુભકામનાઓ પાઠવી હતી . અંતમાં આભાર વિધિ નાયબ પોલીસ અધિક્ષક જી.એસ.શયાન એ કરી હતી આ કાર્યક્રમમાં બાઇક સવારો , પોલીસ કર્મીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહી બાઇક સવારોને પ્રોત્સાહીત કર્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.