Western Times News

Gujarati News

ખેડૂતોની લોન માફી સહિત ૭ મોટી જાહેરાત પ્રિયંકા ગાંધીએ કરી !

બારાબંકી, કોંગ્રેસના મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે શનિવારે બારાબંકીથી પ્રતિજ્ઞા યાત્રાને લીલી ઝંડી દેખાડી રવાના કરી હતી. યાત્રા પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ૭ પ્રતિજ્ઞાની જાહેરાત કરી હતી.

તેમણે આ પ્રસંગે ‘હમ વચન નિભાગેંગે’ સૂત્ર પણ આપ્યું હતું. આ યાત્રા માટે કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશ રાજ્યને ત્રણ ભાગમાં વહેંચતો રૂટ તૈયાર કર્યો છે. અવધના બારાબંકી અને બુંદેલખંડ જિલ્લાઓ સાથે જાેડાઈને ઝાંસી માટે પ્રથમ રૂટ તૈયાર કરવામાં આવ્યો છે અને બીજાે માર્ગ પશ્ચિમ અને બ્રિજ પ્રદેશના વિવિધ જિલ્લાઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેવી જ રીતે પૂર્વાંચલ માટે ત્રીજાે રૂટ નક્કી કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રતિજ્ઞા યાત્રા દરમિયાન સાત સંકલ્પોની જાહેરાત કરી હતી. પ્રિયંકાએ મહિલાઓનો ૪૦ ટકા ટિકિટ, છોકરીઓને સ્માર્ટફોન અને સ્કૂટી, ખેડૂતોની સંપૂર્ણ લોન માફી, ૨૫૦૦ રૂપિયા ક્વિન્ટલ ઘઉં-ડાંગરની ખરીદી, ૪૦૦ રૂપિયામાં શેરડીની ભાવની જાહેરાતો કરી હતી.

એટલું જ નહીં પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી કે કોરોના સમયગાળાનું વીજળી બિલ માફ કરવામાં આવશે અને તમામ ગ્રાહકોનું બિલ અડધું કરી દેવામાં આવશે. તેમણે જાહેરાત કરી છે કે તે કોરોનાથી પીડિત પરિવારોને ૨૫ હજાર રૂપિયાની આર્થિક સહાય પણ આપશે. તો સાથે જ યુપીમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે ૨૦ લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.