Western Times News

Gujarati News

દુબઈમાં આજે ભારત-પાક. વચ્ચે ટી૨૦ વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચ

દુબઈ, ક્રિકેટ જનગની વર્તમાન પેઢીના કેટલાક સ્ટાર્સથી સુસજ્જ ભારતીય ટીમ આઈસીસી ટી૨૦ વર્લ્ડકપમાં રવિવારે અહીં થનારા મુકાબલામાં કેટલાક અજામ્યા ચહેરા વાળી પાકિસ્તાની ટીમને ફરી એક વખત પછાડવા માટે તૈયાર છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આઆઈસીસીની ટૂર્નામેન્ટમાં આકર્ષણનુંકેન્દ્ર હોય છે કેમકે બન્ને દેશો વચ્ચે સબંધોની સંવેદનશીલ પ્રકૃતીને જાેતા તેમાં ખૂબજ ઓછી રમત ગતિવિધીઓ થાય છે. એવામાં જ્યારે આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમે આમને સામને થાય છે તો દર્શકોનો ઉત્સાહ પણ ઊંચો હોય છે.

જાે આઈસીસીની વન-ડે અને ટી૨૦ વર્લ્ડકપની વાત કરાય તો ભારતે પાકિસ્તાન સામેની તમામ ૧૨ મેચોમાં વિજય હાંસલ કર્યો છે. ટી૨૦ વર્લ્ડકપના ૨૦૦૭માં શરૂ થયા બાદ ભારતીય ટીમે પાકિસ્તાનને પાંચેય મેચમાં હાર આપી છે અને વિરાટ કોહલીની ટીમ આ વિજય અભિયાન જારી રાખવા માટે પ્રતિબધ્ધ છે.

ભારતે ટી૨૦ વર્લ્ડકપમાં તમામ મેચ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં જીતી છે જે મેન્ટર તરીકે કોહલીનો સાથ આપવા અહી હાજર છે. ધોનીની હાજરી જ બાબર આઝમ અને તેના સાથીઓ માટે માથાનો દુખાવો બની શકે છે. તેમ છતાં આ એક એવી મેચ છે જેનો બધાને ઈંતેજાર છે.

આઈસીસીથી માંડીને પ્રસારકો પણ આ મેચમાંથી મોટી કમાણી કરવા પર ધ્યાન આપે છે કેમકે પ્રશંસકોની ભાવનાઓ એનાથી જાેડાયેલી હોય છે. પરંતુ ટી૨૦ એવું ફોર્મેટ છે કે જેમાં કોઈ પણ ટીમની જીત ચોક્કસ માની ન શકાય. સુનીલ ગાવસ્કર હોય કે સૌરવ ગાંગુલી, આ રમતની સમજ રાખનારી દરેક વ્યક્તિ એ સારી રીતે જામે છે કે આ પ્રારુપમાં બે ટીમોની વચ્ચે અંતર બહુ ઓછું હોય છે અને કોઈ પણ એક ખેલાડી પોતાની ટીમને વિજય અપાવી શકે છે.

આ ખેલાડી કોહલી પણ હોઈ શકે છે કે જે આ મેચમાં ફોર્મમાં વાપસી કરવા પ્રતિબધ્ધ હશે. આ ખેલાડી શાહીન શાહ આફ્રિદી પણ હોઈ શકે છે જે ભારતીય ટોચના ક્રમ પર હાવી થવાનો પ્રયાસ કરશે. એ મોહમ્મદ રિઝવાન કે મોહમ્મદ શમી કે પછી સૂર્યકુમાર યાદવ પણ હોઈ શકે છે.

ખેલાડી ભલે જ કહેતા રહે કે તેમના માટે આ એક અન્ય મેચ જેવી જ છે પરંતુ એ વાતને તેઓ પણ સારી રીતે જામે છે કે આ ટેકનિકના આ જમાનામાં તેમનો ખરા બદેખાવ તેમને વરષો સુધી ખૂંચતો રહેશે. પસંદગી સમિતિના પ્રવર્તમાન અધ્યક્ષ ચેતન શર્મા કરતા આ બાબતને કોણ સૌથી વધુ સમજી શકતું હશે કે જેના છેલ્લા બોલ પર ૩૫ વર્ષ પહેલાં જાવેદ મિયાંદાદે વિજયી સિક્સર લગાવી હતી. પરંતુ ત્યારથી ક્રિકેટ ખૂબજ બદલી ગયું છે અને હવે ભારત ક્રિકેટની સૌથી મજબૂત તાકાત બની ગયું છે જેની પાસે અનેક સારા ખેલાડી છે.

વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ જેવા ક્રિકેટર્સ છેલ્લી મેચોના સહારે આગળ વધવા અથવા કોઈ પ્રકારના દબાણમાં આવનારા ખેલાડીઓમાં સામેલ નથી. ભારતની તુલનામાં પાકિસ્તાન પર વધુ દબાણ રહેશે.

શાહીન આફ્રિદી, રિઝવાન, હારિસ રઉફ અને બાબર જેવા ખેલાડી પર માત્ર વિશ્વ સ્તરીય ટીમની સામે વિશ્વ કપથી જાેડાયેલા મિથકને તોડવાની જવાબદારી જ નથી પરંતુ પાકિસ્તાનને લઈને ક્રિકેટ જગતની  ધારણા પમ બદલવી પડસે જેના લીધે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડે હાલમાં પોતાનો પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો.

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાન ક્રિકેટ પરઅસ્તિત્વનિં સંકટ ઘેરાયું છે એવામાં ભારત સામેની મેચ તેમાં થોડા પ્રાણ પૂરી શકે છે પરંતુ એ બાબત આસાન નહીં હોય. ભારતી યખેલાડીઓ યૂએઈમાં ઈન્ડિયન પ્રિમિયર લિગમાં રમીને આ ટૂર્નામેન્ટમાં ઊતરી રહ્યા છે જ્યારે પાકિસ્તાન પોતાની સ્થાનિક શ્રેણી અહીં રમતું રહ્યું છે.

બારતીય બેટસમેનનો મજબૂત પક્ષ તેના ટોચના ક્રમના પાંચ બેટસમેન રોહિત, કેએલ રાહુ, કોહલી, સૂર્યકુમાર અને ઋષભ પંત છે. આ એવો બેટિંગ ઓર્ડર છે જે આફ્રિદી, રઉફ, હસન અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાનનાં ધજ્જિયાં ઉડાડી શકે છે. જાે હાર્દિક પંડ્યા માત્ર બેટસમેન તરીકે રમે છે તો ભારતને છઠ્ઠા બોલરને લઈને મુશ્કેલી થશે. બોલિંગ વિભાગમાં બુમરાહ, શમી, રવિન્દ્ર જાડેજા અને વરૂણ ચક્રવર્તીની પસંદગી નક્કી છે. ભૂવનેશ્વર કુમારનો અનુભવ તેને શાર્દુલ ઠાકુર પર પ્રાથમિકતા અપાવી શકે છે. જાે વધારાનો સ્પિનર રાખવો હોય તો રવિચંદ્રન અશ્વિનને રાહુલ ચહર ની પહેલા તક મળશે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ જાેકે કેટલિક ચોંકાવનારી પસંદગી પણ કરી શકે છે. પાકિસ્તાનની વાત કરવામાં આવે તો તેનો મુખ્ય ખેલાડી સુકાની બાબર આઝમ છે જે ત્રણે ફોર્મેટમાં સારી બેટિંગ કરી રહ્યો છે. તેને બોલિંગમાં શાહીન આફ્રિદી પાસેથી સારા દેખાવની અપેક્ષા રહેશે. ડાબા હાથના સ્પિનર ઈમાદનો યૂએઈમાં શાનદાર રેકોર્ડ઼ રહ્યો છે અને એવામાં તે ભારતી યમિડલ ઓર્ડર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. અનુભવી શોએબ મલિક અને મોહમ્મદ હફીઝ પણ ભારત સામે બદલો લેવા તત્પર હશે.

ભારતીય ટીમઃ વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા (ઉપ સુકાની), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ભૂવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી, રાહુલ ચહર

પાકિસ્તાનઃ (અંતિમ ૧૨ ખેલાડી) બાબર આઝમ ૯સુકાની), મોહમ્મદ રિઝવાન, ફખર જમા, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હારિસ રઉફ, હસન અલી, શાહીન શાહ, આફ્રિદી, હૈદર અલી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.