Western Times News

Gujarati News

વેકસીનના બુસ્ટર ડોઝ માટે અમે તૈયાર છીએઃ અદાર પુનાવાલા

પુરતા ડોઝ ઉપલબ્ધ છે ત્યારે હવે પુનાવાલાએ નિકાસ ફરી શરૂ થવાની આશા વ્યક્ત કરી

મુંબઇ, ભારતની કોરોના માટેની રસી કોવિશિલ્ડ બનાવતી કંપની સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ પુનાવાલાએ વર્ષના અંત સુધીમાં તમામ વ્યસ્કોને રસી આપવાના કેન્દ્રના લક્ષ્યને પુર્ણ કરવામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથોસાથ બુસ્ટર ડોઝ તેમજ બાળકો માટેની કોવાવેક્સ પણ ફેબ્રુઆરી-માર્ચમાં લોન્ચ માટે તૈયાર હોવાનું ખાતરી દર્શાવી છે.

પુણે સ્થિત વેક્સિન કંપનીને નિકાસ ફરી શરૂ થવાની આશા છે તેમજ નવેમ્બર સુધીમાં કોવેક્સીને ડબ્લ્યુએચઓ દ્વારા વૈશ્વિક મંચ આપવાની બાબત પણ જણાવી છે. તેમણે ઉમેર્યું કે, હવે જ્યારે ભારતે ૧૦ કરોડ ડોઝનો આંકડો પાર કર્યો છે ત્યારે બંને રસી લઇ ચૂકેલા લોકોને બુસ્ટર ડોઝ આપવા માટેનો પણ પુરતો પુરવઠો સુનિશ્ચિત કરવાની વાત સાથે જણાવ્યું કે હાલ જે લોકોએ પ્રથમ ડોઝ પણ નથી લીધો તેમને પ્રાથમિકતા આપવાની જરૂર છે.

વડીલો તેમજ જેમને જરૂરિયાત છે તેવા લોકો માટે અમારી પાસે બુસ્ટર ડોઝ માટેના પુરતા ડોઝ ઉપલબ્ધ હશે. સ્વસ્થ અને યુવા આબાદી માટે આપણે બુસ્ટર ડોઝ પર વિચાર કરતાં પૂર્વે એક વર્ષની રાહ જાેઇ શકીએ છીએ જેથી પહેલા એ બાબત સુનિશ્ચિત થઇ જાય કે બાકીનાં લોકોને બે ડોઝ અપાઇ ગયા છે.

હાલ ત્રણ અઠવાડીયાના બફર સ્ટોક સાથે દેશ સારી સ્થિતિમાં છે. ભારતના રસીકરણ કાર્યક્રમમાં કોવિશિલ્ડનો ૮૫ ટકા જેટલો ભાગ હોવાનું તેમણે ઉમેર્યું. જ્યાં મહત્વપૂર્ણ છે તેવા ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં નિકાસ ફરી શરૂ કરવાની બાબતે તેમણે કહ્યું કે હાલ સીરમ સ્ટોક પુરતો કરવાની વ્યવસ્થામાં છે અને અમે નવેમ્બરથી નિકાસ પણ શરૂ કરી શકીએ તેમ છીએ.

એક્સપોર્ટમાં વિલંબ માટે અમારે ૧૦૦ મિલિયન ડોલરનું નુકશાન ભોગવવું પડસે જેથી હવે જાે નિકાસ શરૂ થાય તો નફો થવાની આશા છે. જાન્યુઆરીમાં નિકાસ વધે તેવી શક્યતા છે. જાે ઘરેલ આવશ્યકતા પૂર્ણ થઇ જશે તો અમે આવતા વર્ષે નોવોવેક્સની રસી કોવોવેક્સની નિકાસની યોજના બનાવી રહ્યાં છીએ.

પુનાવાલાએ કહ્યું કે, કંપનીની રસીનું ઉત્પાદન હવે લગભગ ૨૨૦ મિલિયનથી ૨૪૦ મિલિયન ડોઝ પ્રતિ માસ થવાની આશા છે. આ પુર્વે કંપની દર મહિને ૧૦૦થી ૧૧૦ મિલિયન ડોઝ રોલઆઉટ કરી રહી હતી. આ બાબત સરકારના સમર્થન અને સહકારને કારણએ શક્ય બની છે. સરકાર તરફથી મળેલા રૂ.૧૫૦૦ કરોડના કારણે અમને આગળ વધવામાં ખુબ મદદ મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.