Western Times News

Gujarati News

કોઈ પણ ટીમને હળવાશમાં લેતા નથી: વિરાટ કોહલી

દુબઈ, આઈસીસી ટી૨૦ વર્લ્‌ડ કપમાં રવિવારના રોજ પાકિસ્તાને ભારતને ૧૦ વિકેટે હરાવી દીધુ. આ સજ્જડ હાલ સાથે જ ભારતનો વર્લ્‌ડ કપમાં પાકિસ્તાન સામે ન હારવાનો સિલસિલો પણ તૂટ્યો. ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના હાથે એકતરફી હારનો સામનો કરવો પડ્યો.

વર્લ્‌ડ કપ જેવી ટુર્નામેન્ટમાં પહેલીવાર ભારત વિરુદ્ધ પાકિસ્તાનની જીત પર હોશ ગુમાવી બેઠેલા પત્રકાર મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને વિચિત્ર સવાલો પૂછવા લાગ્યા. ત્યારબાદ વિરાટ કોહલીએ પાકિસ્તાની પત્રકારોનો બરાબર ક્લાસ લીધો અને બોલતી બંધ કરી.

એક પાકિસ્તાની પત્રકાર સૈય્યદ હૈદરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પૂછ્યું કે આજે તેમણે રોહિત શર્માની જગ્યાએ ઈશાન કિશનને રમાડવો જાેઈતો હતો જે સારા ફોર્મમાં હતો. પછી તો વિરાટ કોહલીએ પાકિસ્તાની પત્રકારને બરાબર ફટકાર લગાવતા કહ્યું કે શું તેઓ કેપ્ટન હોત તો રોહિત શર્માને ટી૨૦ ટીમમાંથી બહાર કરત? આ જવાબ પર પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ થઈ ગઈ અને તે હસવા લાગ્યો.

વિરાટે આગળ જવાબ આપતા કહ્યું કે જાે વિવાદ જ ઊભો કરવો હોય તો પહેલા જણાવી દો તો હું એ પ્રમાણે જવાબ આપું. એક અન્ય પાકિસ્તાની પત્રકાર સવીરા પાશાએ પાકિસ્તાનની જીતના નશામાં ચૂર થઈને વિરાટ કોહલીને પૂછ્યું કે શું ભારત પાકિસ્તાન સામે ઓવર કોન્ફિડન્સના કારણે હાર્યું? શું ભારતીય ટીમે આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાનો રેકોર્ડ જાેઈને પાકિસ્તાન વિરુદ્ધ વધુ એકાગ્રતા ન દાખવી અને વિચાર્યું કે આવારી મેચમાં ભારત વધુ એકાગ્ર થઈને રમશે? આ પાકિસ્તાની પત્રકારને પણ જડબાતોડ જવાબ આપતા વિરાટે કહ્યું કે જે બહારથી સવાલ પૂછી રહ્યા છે તેઓ એકવાર અમારી કિટ પહેરીને મેદાનમાં આવે. ત્યારે તેમને ખબર પડશે કે પ્રેશર શું હોય છે.

પાકિસ્તાન જેવી ટીમ જ્યારે તેમનો દિવસ હોય તો કોઈને પણ હરાવી શકે છે. વિરાટે આગળ જવાબ આપતા કહ્યું કે તેમની ટીમ કોઈ પણ ટીમને હળવાશમાં લેતી નથી અને તમામ વિરુદ્ધ સારું રમવા માટે મેદાન પર ઉતરે છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદીએ સારી બોલિંગ કરી અને શાહીનની શરૂઆતની વિકેટોના કારણે ભારતના બેટ્‌સમેન દબાણ હેઠળ આવી ગયા હતા. શાહીનની શરૂઆતની ઓવરોના તે સ્પેલના કારણે જ ભારતીય ટીમ ૨૦-૨૫ રન ઓછા બનાવી શક્યા જે હારનું મોટું કારણ બન્યું.

વિરાટના જણાવ્યાં મુજબ બીજા દાવમાં જ્યારે પાકિસ્તાન રમતું હતું ત્યારે ૧- ઓવર બાદ ઝાકળ આવી ગઈ હતી ત્યારબાદ બોલ બેટ પર સારી રીતે આવતો હતો અને બોલર્સ માટે ગ્રિપ કરવું મુશ્કેલ બનતું હતું. જેના કારણે ધીમો બોલ નાખવાનું હથિયાર પણ ખરાબ થયું જેના કારણે ભારતને શરમજનક હાર મળી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.