Western Times News

Gujarati News

મિલિટરી ઓફીસરની ઓળખ આપી ગઠીયાએ ૩૨ હજારથી વધુ પડાવ્યા

પ્રતિકાત્મક

ભોગ બનનારને મિલિટરીમાં કોન્ટ્રાક્ટ આપવાની લાલચ આપી હતી

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં ગઠીયાઓ ખુલ્લેઆમ ફરી રહ્યાં છે અને જરૂરીયાતમંદ અથવા તો લાલચુ હોય તેવાં નાગરીકોનો ફાયદો ઉપાડી રહ્યાં છે. ત્યારે એક શખ્સે પોતે મિલીટરીનાં ઓફિસર હોવાની ઓળખ આપીને એક શખ્સે મિલીટરી વિભાગમાં વાળ કપાવવાનો કોન્ટ્રાક્ટ અપાવવાનો વાયદો કરી રૂપિયા મેળવી લીધા તા. જાેકે શંકાસ્પદ લાગતા ોગ બનનારે ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કર્યાે હતો.

આ ઘટનાની વિગત એવી છે કે મૂળ ગોપાલગંજ બિહારનાં રહેવાસી નિરજભાઈ કમિશનર ઠાકુર હાલમાં શ્રી રામ ટેનામેન્ટ, નારોલ ખાતે રહે છે. અર્જુન ભુલન યાદવે (શ્યામવીલા સોસાયટી, નારોલ) તેને પોતાની ઓળક મિલીટરીનાં સેકન્ડ ઓફઈસર તરીકે આપી હતી. જેથી નિરજે મિલીટરીમાં કોઈ નોકરી મળે તો તપાસ કરવા જણાવ્યું હતું. જેથી રૂપિયાની લાલચે અર્જુને નીરજને એનએનસી કેમ્પમાં વાળ કાપવા માટે કોન્ટ્રાક્ટ ઉપર માણસો રાખવાનાં છે.

જેની માટે માસિક ૧૮૦૦૦ રૂપિયા મળશે તેવી વાત કરી હતી. અને નીરજ સાથે કોન્ટ્રાક્ટ બનાવીને ૩૨,૨૦૦ રૂપિયા પડાવી લીધા હતા. જાે કે રૂપિયા લીધા બાદ અર્જુને નીરજને નોકરી અપાવી ન હતી. ઉપરાંત અવારનવાર બહાના બનાવતો હતો. જેથી નીરજે પોતાની રીતે તપાસ કરતાં અર્જુને મિલીટરીનાં ઓફીસર હોવાની ખોટી વાત કરી હોવાની જાણ થઈ હતી. જેનાં પગલે નીરજ સીધો ક્રાઈમ બ્રાંચ પહોંચ્યો હતો અને ફરીયાદ નોંધાવતાં પીઆઈ એન.આર.બ્રહ્મભટ્ટની ટીમે અર્જુનને ઝડપી લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.