Western Times News

Gujarati News

પાક.ની જીત ઉપર ફટાકડા ફોડનારા પર સહેવાગનો રોષ

નવી દિલ્હી, ટી૨૦ વર્લ્ડકપની શરુઆત સાથે ભારતે પોતાની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી ભારતની તેના કટ્ટર હરીફ સામે હાર થતા દેશભરમાં ટીમ ઈન્ડિયા સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારતીય ટીમની બેટિંગ હરોળ તોડ્યા પછી પાકિસ્તાના વિકેટકિપર મોહમ્મદ રિઝવાને ૭૯ અને કેપ્ટન બાબર આઝમે ૬૮ રન કરીને ૧૦ વિકેટથી મેચ જીતી લીધી હતી. આ મેચ બાદ ૨૯ વર્ષોથી ચાલ્યો આવતો વિજય રથ આખરે અટકી થંભી ગયો છે.

જાેકે, જે પ્રમાણે ધોનીએ પોતાના અગાઉના ઈન્ટરવ્યુમાં પાકિસ્તાન સામેની હાર-જીત મામલે થયેલા સવાલમાં જણાવ્યું હતું કે આ સ્પોર્ટ્‌સ છે તેમાં હાર જીત થતી રહેતી હોય છે અને ખેલદીલી પૂર્વક તે સ્વીકારવું પડતું હોય છે. પરંતુ ભારતમાં કેટલાક શેતાની તત્વોએ પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. આ મામલે ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્‌સમેન વિરેન્દ્ર સેહવાગે નારાજગી વ્યક્ત કરી છે.

વિરેન્દ્ર સેહવાગે દેશમાં ઘણી જગ્યાએ ભારતની હાર પછી ફૂટેલા ફટકાડાના કારણે નિયમોના ધજાગરા ઉડ્યા તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. સેહવાગે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે, પરંતુ ગઈકાલે ભારતના કેટલાક ભાગોમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા. અચ્છા, એ લોકો ક્રિકેટની જીતની ઉજવણી કરી રહ્યા હશે.

તો પછી દિવાળી પર ફટાકડા ફોડવા પર શા માટે વાંધો, બધું જ્ઞાન ત્યારે જ યાદ આવે છે. આ ટિ્‌વટના જવાબમાં કોંગ્રેસના નેતા અને મ્યુનિસિપલ કાઉન્સિલર યાસ્મિન કિડવાઈએ લખ્યું છે કે, તમારી પહોંચને સમજાે અને થોડા જવાબદાર બનો. સેહવાગે કરેલા ટિ્‌વટ બાદ લોકો અહીં પોતાની પ્રતિક્રિયાઓ પણ રજૂ કરી રહ્યા છે, જેમાં ઘણાં સેહવાગ શું કહેવા માગે છે તે અંગે સવાલ ઉઠાવી રહ્યા છે તો ઘણાં ફેન્સ સેહવાગે રજૂ કરેલા વિચાર સાથે પોતાની સહમતી પણ દર્શાવી રહ્યા છે.

મહત્વનું છે કે, ગઈકાલે રમાયેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ પછી ભારતની ઓપનિંગ જાેડી સસ્તામાં આઉટ થયા પછી કેપ્ટન વિરાટ કોહલી (૫૭) અને રિષભ પંત (૩૯)એ બાજી સંભાળી હતી. જેના લીધે સ્કોરને ૧૫૧ સુધી પહોંચાડી શકાયો હતો. પાકિસ્તાન તરફથી શાહીન આફરીદીએ ૩ વિકેટ લીધી હતી. જ્યારે હસન અલીને બે વિકેટ મળી હતી આ સિવાય રઉફ તથા શાદાબ ખાનને પણ સફળતા મળી હતી.

આ પછી બેટિંગમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમના ઓપનર બેટ્‌સમેને જ મેચને જીત સુધી પહોંચાડી દીધી હતી. પાકિસ્તાને ૧૭.૫ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૧૫૨ રનનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.