Western Times News

Gujarati News

પ્રહલાદનગર કોર્પોરેટ રોડ વિસ્તારની ડ્રેનેજની એક કરોડના ખર્ચે CCTVથી સફાઈ કરાશે

પ્રતિકાત્મક

રોડ રી-સરફેસીંગમાં મશીન હોલ અને કેચપીટનાં ઢાંકણાં પણ દબાઈ ગયાં!

અમદાવાદ, વરસાદ બંધ થયા બાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના રોડ પરના ખાડાઓને પૂરવા માટે પેચવર્ક કહો કે ડામર પાથરીને જે ને રોડને મોટરેબલ કરવા રી-સરફેસીંગનું કામ યુધ્ધ સ્તરે હાથ ધરાયું છે. જાે કે આ કામગીરી દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગટર-સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનના મશીન હોલ અને કેચપીટના ઢાંકણા ડામર ીચે દબાઈ ગયાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

મળનારી વોટર-સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીની બેઠકમાં ઉત્તર ઝોનના સરસપુર-રખિયાલ વોર્ડની વિવિધ ચાલીઓ જેવી કે ફૂલચંદની ચાલી, જજ સાહેબની ચાલી, પ્રભાશંકર વૈદ્યની ચાલી, તુલસીદાસ ક્વાટ્‌ર્સ, નાની અને મોટી વાસણ શેરી વગેરે વિસ્તારમાં તંત્રે રોડ રી-સરફેસીંગનું કામ હાથ ધરતા મશીન હોલ અને કેચપીટ ડામર નીચે દબાઈ જવાથી તેને ઉંચી ઉપાડીને રોડ લેવલ કરાશે.

આ વિસ્તારોમાં જ્યાં જરૂર જણાશે ત્યાં ડ્રેનેજની લાઈન અપગ્રેડ કરાશે તેમજ મશીનહોલ, કેચપીટ અને ચેમ્બરના સીટ કવર સપ્લાય કરવાના કામ પાછળ ઈજનેર વિભાગના અદાજથી ૩૭.૯ ટકા ઓછા ભાવના રસા ૪૮.૬૩ લાખના ટેન્ડરને મંજૂરી માટે મુકાયું છે.

ઉપરાંત પશ્ચિમ ઝોનમાં નવા રિચાર્જિંગ વેલ બનાવવા, તેના રિપેરિંગ તેમજ મેન્ટેનન્સ, પાછળ રૂા. ૬ર.રપ લાખના ખર્ચાશે તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનના બોપલ વિસ્તારમાં હયાત ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન માટે ૬૦૦ મિલી વ્યાસની ડીઆઈ રાઈઝિંગ મેઈન લાઈનનું સાઉથ બોપલ એસપીએસથી એસપી રિંગ રોડ પરની હયાત ૧ર૦૦ એમએમ વ્યાસની લાઈનમાં રૂા. પ૭.૯૦ લાખના ખર્ચે જાેડાણ કરાશે.

જ્યારે આ ઝોનના સરખેજ વોર્ડમાં પ્રહ્લાદનગર વિસ્તાર, કોર્પોરેટ રોડ, સરખેજ ગામત વિસ્તાર, આબિદનગર, નવો વણઝર વિસ્તાર, મકરબા ગામતળ વિસ્તાર, રોજા વિસ્તાર તેમજ નવા ઘુમા વિસ્તારની ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનને મેન્યુઅલી તેમજ સીસીટવી કેમેરાથી ચેક કરી ડીસિલ્ટિંગ કરવા પાછળ રૂા. ૧.૦૧ કરોડ ખર્ચાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.