Western Times News

Gujarati News

કોવિડના નવા વેરિઅન્ટથી બચવા ચીની માલસામાનનું ચેકિંગ જરૂરી

અમદાવાદ, ચીનના પાંચ પ્રાંત અને રશિયા, ઈઝરાયેલ તેમજ યુરોપના કેટલાક દેશોમાં કોરોના ફરી એકવાર વકરતાં ફફડાટ ફેલાયો છે. કોરોનાના નવા વેરીયન્ટ એવાય ૪.ર એ ફરી એકવાર ચિંતા ફેલાવી છે ત્યારે ઈન્ડીયન મેડીકલ એસોસીએશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો.ચંદ્રેશ જરદોશનું કહેવું છે.

કે, જાે નવો વેરીએન્ટ આપણે ત્યાં આવે તો મુશ્કેલી સર્જાઈ શકે છે. ગત વર્ષે આપણે ઉંઘતા ઝડપાયા હતા પણ અત્યારે તકેદારી રાખીશું તો બચી શકીશું. અત્યારે ચીનથી ભારતમાં આવતાં લોકોને રોકવા જાેઈએ. એટલું જ નહી પરંતુ ચીનથી જે માલસામાન આવે છે તેની પર ખાસ ધ્યાન રાખવું પડશે.

માલસામાન પર કોરોના વાયરસ ટકી શકે તેવું વાતાવરણ હોય તો વાયરસ આવી શકે છે. ચીનથી આવનારા લોકોને સઘન ચેકીગ કરવું પડે, અને માની લો કે જે તે વ્યકિતમાં કોરોનાના નવા કેસ આવે તો તુર્ત જ જીનોમ લેબમાં વાયરસને આઈડેન્ટીફાઈ કરવું પડે છે. આ જુનો વાયરસ એવાય ૪ છે કે પછી એવાય. ૪.ર છે કારણ કે નવો વાયરસ એવા,૪.ર ઉત્પાત મચાવી શકે છે.

ડો.જરદોશ અને ઈન્ડીયન મેડીકલ એસોસીએશન સાથે સંકળાયેલા અન્ય તબીબોનું કહેવું છે કે, ચીનથી આવતી ભેજ વાળી ખાણી-પીણીની વસ્તુઓનું ફૂડ સેમ્પલ લેવું જરૂરી બને છે.

એ માલસામાનને સેનેટાઈઝર કરવું પડી શકે ેછ. ભેજવાળા વાતાવરણમાં વાયરસ ટકી રહેતો હોય છે. અત્યારે વિશ્વના કેટલાક દેશોમાં નવા એવાય ૪.ર વેરીએન્ટના કારણે કેસો વધતાં ફરીવાર સ્કુલો વગેરે પર પાબંદી લગાવવી પડી છેભારતમાં અત્યારે ૧૦૦ કરોડથી વધુ લોકોના રસીના ડોઝ અપાયા છે. જેમાં ૭પ ટકા યુવાનો સામેલ છે.

એ પછી નવા કેસ ઝડપથી વધ્યા નથી એ જાેતાં લાગે છે કે, મોટે ભાગે હર્ડ ઈમ્યુનીટી આવી ગઈ છે. પણ નવો વેરીયન્ટ આવે તો મુશ્કેલી થઈ શકે છે ત્યારે આપણે પેન્ડેમીકથી એન્ડેમીક તરફ જઈ રહયા છીએ. એટલે કે વાયરસ શરદી-ખાંસી સુધી સીમીત એ સ્ટેજે છે.

અત્યારની સ્થિતીમાં શું કરવું તે વિશે નિષ્ણાતો કહે છે કે, ૧રથી ૧૮ વર્ષનાને રસી આપવાની શરૂઆત થવી જાેઈએ, એ પછી ૬ વર્ષથી ૧ર વર્ષ સુધીના બાળકોને રસી આપવી જાેઈએ. ચીનમાં પણ રસીકરણ થયું છે. છતાં કોરોના બેકાબુ થયો એનો સીધો મતલબ છે કે

આપણે નવા વેરીએન્ટ સામે સાવચેતી રાખવાની જરૂર છે, ચીનથી કોઈ વ્યકિત આવે તો કવોરન્ટાઈન, સમયાંતરે આરટીપીસીઆર ટેસ્ટ સહિતની નિગરાની રાખવાની જરૂર છે. માની લો કે નવા કેસ આવે તો વાયરસને ઓળખવંું પડે, જીનોમ લેબમાં વાયરસની તપાસ કરાવવાની જરૂર પડે.

જાે નવા વાયરસની ઓળખ થાય તો એ સ્થિતીમાં વધારે સાવચેતી રાખવાની જરૂર પડે તેમ છે. ગત વર્ષે કોરોનાની બાબતમાં આપણે ઉઘતા ઝડપાયા હતા. એકંદરે હજુયે કોવિડ ગાઈડલાઈનનું પુરતું પાલન કરવું જરૂરી બની રહે છે. જાે લોકો તહેવારોમાં પુરતું ધ્યાન નહીં રાખે તો ત્રીજી લહેરનો સામનો કરવો પડે તો નવાઈ નહીં રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.