Western Times News

Gujarati News

હિમાચલ પ્રદેશના મનાલીમાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ

શિમલા, હિમાચલ પ્રદેશના મનાલી શહેરમાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે આવેલા આ આંચકાના કારણે લોકો ડરના કારણે ઘરની બહાર નીકળી ગયા હતા.

હાલ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે સવારે હિમાચલ પ્રદેશ નજીક મનાલીમાં રિક્ટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હિમાચલના મનાલીથી ૧૦૮ કિમી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં હતું.

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં બે દિવસ પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જાેકે તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક ભૂકંપના આંચકાએ લોકોમાં ગભરાટ મચાવી દીધો છે. તે જ સમયે, ઉત્તરાખંડમાં હિમસ્ખલન અને બરફના તોફાનના કારણે ટ્રેકર્સના મૃત્યુના બે અકસ્માતોએ પણ બધાને હચમચાવી દીધા છે.

ઉત્તરાખંડમાં ગયા અઠવાડિયે ભારે વરસાદના વિનાશનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૬૭થી વધુ લોકોના મોત થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.