Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લાના દહેજ પોર્ટ પર કસ્ટમ ડ્યુટી ચોરીના કારસાનો પર્દાફાશ

ભરૂચ, ભરૂચ જીલ્લાનું દહેજ પોર્ટ વધુ એક વખત કસ્ટમ ડ્યુટી ચોરી સંદર્ભે શંકાના દાયરામાં આવ્યુ છે. ઈરાનથી ટન બંધ જીપ્સમ ભરી દહેજ પોર્ટ ઉપર લાંગરવામાં આવેલ એમ. પી.મરિયમ જહાજને યુએઈથી દર્શાવવાની સાજીસનો પદાર્ફાશ થયો છે.

ગત તા.૧૦મી ઓક્ટોબરે અને એ પહેલાં ર૧મી સપ્ટેમ્બરે દહેજ પોર્ટ ઉપર ઈરાનથી આવેલું અમે.વી. મરિયમ નામનુૃં જીપ્સમ ભરેલુ જહાજ લાંગરવામા આવ્યુ હતુ. જેમાં જીપ્સમના કુલ ૪૬,પ૦૦ ટનનો જથ્થા અંગે ખોટી વિગતો દર્શાવી ભારતીય કસ્ટમ અને ડીઆરઆઈ સહિતની એજન્સીઓની આંખમાં ધૂળ નાંખવામાં આવી હતી. ઈરાનથી આવેલા જીપ્સમના જથ્થાને યુએઈથી ભરવામાં આવ્યવો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેથી કસ્ટમ ડયુટી ઘટાડી શકાય.

આ અગાઉ ઓગષ્ટ માસમાં પણ દહેજ પોર્ટ ઉપર લાગરવામાં આવેલા એક જહાંજમાં પ૪,પ૦૦ ટનના જીપ્સમ અંગે ખોટી વિગતો દર્શાવી હતી અને તે જહાંજ પણ ઈરાનથી ભરાયુ હતુ. તેમ છતાં યુએઈથી ભરાયુ હોવાની ખોટી માહિતી દર્શાવાઈ હતી.

આ ત્રણેય કિસ્સાઓમાં જીપ્સમનો જથ્થો ઈરાનથી ભરવામાં આવ્યો હતો. અને જીપ્સમ માફિયાઓ યુએઈથી ભરાયુ હોવાનુૃ દર્શાવી દેખીતી રીતે જ કસ્ટમ વિભાગ ઉપરાંત ડીઆરઆઈની ગાઈડલાઈનનો ભંગ કરી ભારતીય સરકારી એજન્સીઓને આર્થિક રીતે ચુનો ચોપડવામાં આવ્યો હતો. આ અગાઉ મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ર૧ હજાર કરોડનું ડ્રગ કૌભાંડ પણ બહુચર્ચિત બન્યુ હતુ. અને હવે કસ્ટમ ચોરીની આવી તરકીબ પણ પ્રકાશમાં આવી છે.

ગુજરાતના બંદરો સુરક્ષા માટે ખતરારૂપ?
ઈરાનની કોઈ કંપનીએ ત્રણવાર મોકલેલી વિપુલ જથ્થો દહેજ પોર્ટ ઉપર ઉતર્યા બાદ તેમાં આયાતકારે ખોટી માહિતી અપાઈ છતાં દહેજ પોર્ટના કસ્ટમ અધિકારીઓએ  આ અગાઉ ક્લિન ચીટ કેવી રીતે આપી હતી?? સ્થાનિક કસ્ટમ અધિકારીઓ પણ આ ક્ષતિ બદલ શંકાના દાયરામાં આવી જાય છે.

આ અગાઉ ટેલકમ પાવડરના નામે હરોઈન ડ્રગનો ર૧૦૦૦ કિલોનો વિપુલ જથ્થો આયાત થયો હતો અને તેને પગલે મુંદ્રા અદાણી પોર્ટ ઉપર ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આયાત નિકાસ પર હંગામી પ્રતિબંધ મુકાયો હતો. આમ, છતાં ઈરાનથી જીપ્સમનો જથ્થો આવ્યો કેવી રીતે??

આમેય ઈરાનમાંથી ખોરાક અને આવશ્યક દવાઓની નિકાસને બાદ કરતા અન્ય ચીજ વસ્તુઓની આવશ્યક દવાઓની નિકાસને બાદ કરતા અન્ય ચીજવસ્તુઓની આયાત ઉપર વૈશ્વિક સમાધાન પ્રણાલી પ્રમાણેે રોક મુકાઈ છે. તેમ છતાં દહેજ કે મુંદ્રા પોર્ટ ઉપર ઈરાનથી આયાત થાય છે તે શંકાસ્પદ બની રહે છે. શું આ રાષ્ટ્રીય સુરક્ષા સાથેે ખતરા સમાન બાબત નથી. સુરક્ષા કવચમાં રહેલા આવા છીંડામાંથી ગુજરાતમાં ગેરકાયદે પદાર્થો ઘુસાડવામાં તો નથી આવતાને??


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.