Western Times News

Gujarati News

સાબરમતી નદીનું પાણી પીવા લાયક તો ઠીક હવે નાહવા લાયક પણ રહયું નથી

ફાઈલ તસવીર

શાસ્ત્રીબ્રીજ પાસે નદીના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ શૂન્યઃ

વરસાદી પાણીના નાળામાં પણ કેમીકલયુક્ત પાણીઃ BODનું પ્રમાણ પપ૦ અને સીઓડીનું પ્રમાણ ૧૪૪૮ સુધી પહોંચ્યુ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદની આગવી ઓળખ અને ધરોહર સાબરમતી નદી દિન-પ્રતિદીન પ્રદુષિત થઈ રહી છે. પૂર્વ મ્યુનિ. કમીશ્નરે માત્ર ચાર મહીનામાં નદી શુધ્ધ કરવા માટે કરેલા દાવા અને વાયદા કર્યાં હતા જે પોકળ સાબિત થયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જ નદીમાં મોટી માત્રામાં સુઅરેજ વોટર છોડવામાં આવી રહયું છે.

તેવી જ રીતે જી.આઈ.ડી.સી ટર્મીનલ પરથી કેમીકલયુકત પાણી પણ ટ્રીટ કર્યા વિના જ “બાયપાસ” થાય છે. જેના પરીણામે નદીમાં જીવલેણ બેકટેરીયાની માત્રા વધી રહી છે. જેનો ભોગ ૪૦ કરતા વધુ ગામના ખેડૂતો અને રહીશો બની રહયા છે. કેન્દ્રીય પોલ્યુશન બોર્ડ દ્વારા નદીના પાણીમાં “બાયોલોજીકલ ઓકસીજન ડીમાન્ડ” અને “કેમીકલ ઓકસીજન ડીમાન્ડ” ના જે પેરામીટર નકકી કરવામાં આવ્યા છે.

તેના કરતા અનેકગણા વધુ માત્રામાં BOD અને COD સાબરમતીના પાણીમાં હોવાનું પ્રમાણિત થઈ રહયું છે. પીરાણા ૧૮૦ એમએલડી પ્લાન્ટના વિવાદ બાદ હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે સાબરમતીનું પાણી પીવાલાયક રહયું નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે નદીનું પાણી પીવાલાયક તો ઠીક નાહવા લાયક પણ રહયું નથી. ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. કોર્પો.એ ઝ્રઁઝ્રમ્ દ્વારા નદીના પાણી માટે જે પેરામીટર નકકી કર્યાં છે તેનો સ્વીકાર હજી સુધી કર્યો નથી.

દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સાબરમતી નદીનો સમાવેશ થાય છે. જેનું મુખ્ય કારણ મ્યુનિ. કોર્પોરેશનની બેદરકારી હોવાનું માનવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશન સુઅરેજ વોટર ટ્રીટમેન્ટ માટે ૮૦૦ એમએલડી ક્ષમતાના કુલ રપ પ્લાન્ટ બનાવ્યા છે. તેમ છતાં દૈનિક ૩૦૦ થી ૪૦૦એમએલડી સુઅરેજ વોટર ડાયરેકટર નદીમાં છોડવામાં આવે છે.

જેના પરીણામે નદી પ્રદુષિત થઈ રહી છે. તેમાં જીવલેણ બેકટેરીયાનું પ્રમાણ વધી રહયું છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પેરામીટર મુજબ એક લીટર પાણીમાં વધુમાં વધુ ૧૦ મીલીગ્રામ મ્ર્ંડ્ઢ અને પ૦ મીલીગ્રામ ર્ઝ્રંડ્ઢ હોવા જાઈએ. જેની સામે સાબરમતી નદીમાં મ્ર્ંડ્ઢઅને ર્ઝ્રંડ્ઢ ની માત્રા અનેકગણ વધુ છે.

શહેરમાં સાબરમતી નદીનો જે સ્થળે થી પ્રવેશ થાય છે. તે સ્થળે બીઓડીનું પ્રમાણ ઓછુ છે જયારે લેમન ટ્રી હોટલ ખાનપુર પાસે બીઓડીનું પ્રમાણ માત્ર ૭ છે જયારે સીઓડીનું પ્રમાણ ૩૬.૭૬ છે જે એકદમ સામાન્ય છે. જયારે શાસ્ત્રીબ્રીજ પાસે બીઓડીનું પ્રમાણ પપ૦ અને સીઓડીનું પ્રમાણ ૧૪પ૦ મીલીગ્રામ સુધી થઈ જાય છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રીટ કર્યા વગર જે સુએરજ વોટર બાયપાસ કરવામાં આવે છે. તેમાં બીઓડી અને સીઓડીની માત્રા અનેક ગણી વધારે છે. પીરાણા ૧૦૬ એમએલડીમાં બીઓડી ૪પ અને સીઓડી ૭૮.૭ર પીરાણા ૧૮૦ એમએલડી આઉટલેટમાં બીઓડી ૧ર૦ અને સીઓડી ર૬૭.૯પ, બીઓડી ૧૦૩ અને સીઓડી ર૧ર.પ૪, ૧૦૬ અને ૬૦ એમએલડીની કોમન ચેનલના આઉટલેટમાં બીઓડી ૧૦૪

અને સીઓડી ર૧ર.પ૪ જયારે પીરાણા ટર્મીનલ પર બીઓડી ૧૭પ અને સીઓડી ૩૭૭.૮પ હોવાની વિગતો બહાર આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ સ્ટ્રોમ વોટર લાઈનોમાં પણ કેમીકલના પાણી છોડવામાં આવે છે જુની બે સ્ટ્રોમ વોટર લાઈનમાં શાસ્ત્રીબ્રીજ પાસે બીઓડી પપ૦ અને સીઓડી ૧૪૪૮ જયારે નવી બે સ્ટ્રોમ લાઈનમાં શાસ્ત્રીબ્રીજ પાસે બીઓડી ૧૬પ અને સીઓડી ૩૮પ છે.

મ્યુનિ. કોર્પો. ની બેદરકારીના પરીણામે જ એસટીપીમાંથી ટ્રીટ થયેલ સુઅરેજ વોટરમાં બીઓડીની માત્રા વધુ હોવાનું સાબિત થયું છે. તેથી સાબરમતી નદીનું પાણી પીવા કે ખેતીમાં ઉપયોગ કરવા લાયક તો નથી જ પરંતુ સીપીસીબીના પેરામીટર સાથે સરખામણી કરીએ તો સાબરમતી નદીનું પાણી નાહવા લાયક પણ રહયું નથી.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૮ કરોડ લીટર દુષિત પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે જેના કારણે માનવીય અને જળચર જીવોની જિંદગી પણ જાેખમાઈ રહી છે. સીપીસીબીના પેરામીટર મુજબ જળચર જીવો માટે ઓકસીજનની માત્રા ઓછામાં ઓછી ૪ તેમજ પીવાલાયક પાણી માટે ડીસોલ્વ ઓકસીજનની માત્રા પ હોવી જરૂરી છે પરંતુ કોર્પોરેશન તરફથી જે રીતે દુષિત પાણી છોડવામાં આવી રહયું છે તેના કારણે શાસ્ત્રીબ્રીજ પાસે ઓક્સિજનની માત્રા ૦ થી ૧ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.