Western Times News

Gujarati News

સૈફની કરોડની સંપત્તિમાંથી બાળકોને ફૂટી કોડી નહીં મળે

મુંબઈ, સૈફ અલી ખાન શાહી પરિવારમાંથી આવે છે. હરિયાણામાં આવેલા પટૌડી પેલેસ અને ભોપાલમાં તેની અન્ય પૈતૃક સંપત્તિને મળીને એક્ટર પાસે કુલ ૫ હજાર કરોડની સંપત્તિ છે. જાે કે, શું તમે જાણો છો કે સૈફ અલી ખાન ૫ હજાર કરોડની સંપત્તિમાંથી ચારેય બાળકોને એક રૂપિયો પણ નહીં આપી શકે? તમે એકદમ સાચુ વાંચ્યું.

સૈફ અલી ખાનને સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, તૈમૂર અને જેહ એમ ચાર બાળકો છે. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે પટૌડી હાઉસ સંબંધિત તમામ સંપત્તિ અને બાકીની સંપત્તિ ભારત સરકારના વિવાદાસ્પદ એનેમી ડિસ્પ્યૂટ એક્ટ હેઠળ આવે છે અને આ એક્ટ હેઠળ આવતી કોઈ પણ મિલકત અથવા સંપત્તિના વારસદાર હોવાનો દાવો કોઈ કરી શકે નહીં.

રિપોર્ટ્‌સમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, જાે કોઈ વ્યક્તિ એનેમી ડિસ્પ્યૂટ એક્ટનો વિરોધ કરવા માગે છે અને કોઈ પણ મિલકત અથવા સંપત્તિ પર દાવો કરવા માગે છે અને લાગે છે કે તે યોગ્યરીતે તેમની છે, તો તેમણે હાઈકોર્ટમાં જવું પડશે, તેમાં નિષ્ફળ જતાં આગળનો વિકલ્પ તેમને સુપ્રીમ કોર્ટમાં દોરી જશે અને અંતમાં ભારતના રાષ્ટ્રપતિ સુધી.

સૈફના પરદાદા, બ્રિટિશ શાન હેઠળના નવાબ હમીદુલ્લા ખાને ક્યારેય તેમની તમામ મિલકત માટે વસિયતનામું બનાવ્યું નહોતું. કારણ કે તેમને લાગતું હતું કે આમ કરવાથી પરિવારના સભ્યોમાં વિવાદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સૈફને પહેલી પત્ની અમૃતાથી સારા અને ઈબ્રાહિમ એમ બે બાળકો છે જ્યારે કરીના કપૂર સાથેના બીજા લગ્નથી તૈમૂર અને જેહ છે.

સૈફ અલી ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે ઘણા વર્ષો બાદ ફરી એકવાર રાણી મૂખર્જી સાથે ફિલ્મ ‘બંટી ઔર બબલી ૨’માં જાેડી જમાવવાનો છે. જેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને શારવરી વાઘ પણ લીડ રોલમાં છે. એક્ટર છેલ્લે અર્જુન કપૂર, જેક્લિન ફનાર્ન્ડિઝ અને યામી ગૌતમ સાથે ભૂત પોલીસમાં જાેવા મળ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.