Western Times News

Gujarati News

સરકારના વિરોધ બદલ જેક માના ઉદ્યોગગૃહને નુકશાન

બીજિંગ, ચીનમાં સરકારનો વિરોધ કરવો સરળ નથી. ત્યાં સરકારનો વિરોધ કરનારને ભારે કિંમત ચૂકવવી પડે છે. આનુ ઉદાહરણ પોતે અલીબાબા ગ્રૂપના ફાઉન્ડર જેક મા છે. ગયા વર્ષે જ્યારથી જેક મા એ સરકારનો વિરોધ શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધી તેમના ગ્રૂપને ૩૪૪ અરબ ડોલરનુ ભારે નુકસાન થયુ છે.

એન્ટી મોનોપોલી રેગ્યુલેશનને લઈને ચીન સરકાર પાસે તેમનો વિવાદ ગયા વર્ષથી ચાલી રહ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં જેક મા એ ચીનના ફાઈનાન્સિયલ સિસ્ટમની ટીકા કરી હતી. જે બાદથી જ અલીબાબા ગ્રૂપનો ખરાબ સમય શરૂ થઈ ગયો. જેક મા પોતે ગાયબ થઈ ગયા અને ત્યારથી ખુલીને સાર્વજનિક રીતે સામે આવી શક્યા નથી. તાજેતરમાં જ એવી ખબર આવી કે તેઓ હોંગકોંગમાં રહી રહ્યા છે અને તેમણે વિદેશ યાત્રા પણ કરી છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમણે ચીનના શહેર શાંઘાઈમાં ચીનના નાણાકીય નિયમનકારો અને સરકારી બેન્કોની આકરી ટીકા કરી હતી. તેમણે બેસલ એકોર્ડ્‌સ પર પણ પ્રશ્ન ઉભા કર્યા હતા. બીજિંગે અલીબાબા પર એન્ટીટ્રસ્ટ પ્રોબ તપાસ શરૂ કરીને યુએસડી ૨.૮ બિલિયનનો દંડ લગાવી દીધો હતો. ચીનની સરકારી મીડિયા દ્વારા જેક મા વિરૂદ્ધ ઑનલાઈન દુષ્પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. તેમની છબી ક્રૂર, રૂપિયા પડાવી લેનાર વેપારી તરીકે બતાવવામાં આવી.

આ એક વર્ષમાં જેક મા ના નેતૃત્વ વાળી ટેકનોલોજી સેક્ટરની દિગ્ગજ ચીની કંપની અલીબાબાની બજાર પૂંજીમાં લગભગ ૩૪૪ અરબ ડોલરનો ભારે ઘટાડો આવ્યો છે. બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર આ દુનિયાભરમાં કોઈ કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશનમાં આવેલો સૌથી મોટો ઘટાડો છે.

હોંગકોંગના શેર બજારમાં અલીબાબાના શેર ગયા વર્ષે ઓક્ટોબરમાં રેકોર્ડ હાઈ સ્તર પર ટ્રેડ કરી રહ્યા હતા જે હવે રેકોર્ડ લો સ્તર પર આવી ગયા છે. આ ઓક્ટોબર ૨૦૨૦ના પોતાના રેકોર્ડ સ્તરથી લગભગ ૪૩ % નીચે ટ્રેડ કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.