Western Times News

Gujarati News

બારદાનની આડમાં રાજસ્થાન લઈ જવાતું સાગી લાકડુ પકડાયુ

નવસારી, જિલ્લાના આદિવાસી પટ્ટામાં મોટા પ્રમાણમાં કીમતી સાગી લાકડું મળી રહે છે. ફર્નીચરમાં સાગી લાકડાનું ફર્નિચર ઉત્તમ મનાય છે. જેથી સાગની પ્રતિ ઘનમીટર કિંમત પણ વધુ હોય છે. ત્યારે કીમતી લાકડાની તસ્કરી પણ વાંસદા- ડાંગ સહિતના વિસ્તારોમાંથી થતી રહે છે.

ગત રાતે ચીખલી રેન્જ વન વિભાગની ટીમ દ્વારા ચીખલી કોલેજ સર્કલથી વસુધારા ડેરી માર્ગ પરથી રાજસ્થાન જઇ રહેલી ટ્રકમાંથી ૭.૦૩૮ ઘનમીટરના સાગી લાકડાના ૩૯ ચોસલા અને ૪.૪૫૭ ઘનમીટર સીસમના લાકડાના ૫૭ ચોસલા ઝડપી પાડયા હતા.

વન વિભાગની કાર્યવાહીથી લાકડા તસ્કરોમાં ફફડાટસાગ અને સીસમના કિંમતી લાકડાના ચોસલા બારદાન નીચે સંતાડેલા હતા. જેના વહન અંગેના કોઈ પણ પુરાવા ટ્રક ચાલક અને ઝાલોદ ખાતે રહેતા કમરૂદ્દીન ખાન હનીફ ખાન અને તાજ્જુબ ખાન ગોપે ખાન આપી ન શકતા, વિભાગે બન્નેની અટક કરી હતી.

બન્ને આરોપીઓની પૂછપરછમાં સાઉથ અને સીસમના ચોસલા અલગ- અલગ સ્થળેથી લાવીને ચાપલધરા ખાતે ભાડે રાખવામાં આવેલી જગ્યામાં રાખવામાં આવ્યા હતા. વન વિભાગે અંદાજે ૧૫ લાખ રૂપિયાનું કુલ ૧,૧૦૦ ઘનમીટર કિંમતી લાકડુ, અંદાજે ૯ લાખ રૂપિયાની ટ્રક કબ્જે કરી, મિસ્ત્રી નામના શખ્સને શોધવાના ચક્રો ગતિમાન કરી આગળની તપાસ હાથ ધરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.