Western Times News

Gujarati News

જામકંડોરણા, રાજકોટ, ગોંડલ, જેતપુર, ઉપલેટા બાદ ધોરાજી માર્કેટયાર્ડમાં પણ ભાજપનો ભગવો લહેરાયો

Files PHoto

રાજકોટ, ધોરાજી માર્કેટિંગયાર્ડની ચૂંટણીની જવાબદારી જેતપુરના હાલના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી. એમાં વેપારી વિભાગની ૪ બેઠક બિનહરીફ થઈ હતી, જ્યારે ખેડૂત વિભાગની ૧૦ બેઠક પર ગઇકાલે ચૂંટણી યોજાઈ હતી.

આજે સવારે મતગણતરી શરૂ થઈ હતી, જેમાં ખેડૂત વિભાગની તમામ ૧૦ બેઠક પર ભાજપનો વિજય થયો છે. જયેશ રાદડિયાએ સહકારીક્ષેત્રે સિક્સ ફટકારી હોય એમ એક પછી એક તમામ સહકારી ક્ષેત્રમાં તેમની પકડમાં જીત હાંસલ કરી છે. રાજકોટ, જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, ગોંડલ અને હવે ધોરાજી માર્કેટયાર્ડમાં પણ ભાજપનો ભગવો લહેરાવી દીધો છે.

ધોરાજી માર્કેટિંગયાર્ડની ચૂંટણીનું ગઈકાલે ગુરુવારે મતદાન યોજવામાં આવ્યું હતું અને આજે તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગઇકાલે ૪૨૫ મતદારોએ ૧૫ ઉમેદવારોના ભાવિને સીલ કર્યું હતું. માર્કેટિંગ યાર્ડની ૧૪ બેઠકોની ચૂંટણીમાં ૧૦ ખેડૂત બેઠક, ૪ વેપારીની બેઠક માટે ૧૫ ઉમેદવારનો ચૂંટણીજંગ ખેલાયો હતો, જેમાં યાર્ડ ખાતે ગુરુવારે શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાન યોજાયું હતું. આજે ખેડૂત વિભાગની તમામે તમામ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.

ધોરાજી માકેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના ૧૦ ઉમેદવારએ માજી મંત્રી જયેશભાઇ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાની ઉપસ્થિતિમાં ભાજપ પ્રેરિત ઉમેદવારો હરકિશનભાઈ માવાણી, જયસુખભાઈ ઠેસિયા સહિતના ઉમેદવારોનું ભાવી મત પેટીમાં કેદ કર્યું હતું. ખેડૂત મતદારોએ શાંતિપૂવક મતદાન કરવાના અધિકારનો ઉપયોગ કર્યો હતો.

ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોમાં નિલેશ કણસાગરા, ચાવડા પ્રધ્યુમનભાઈ, ઠેસીયા જયસુખભાઈ, પેથાણી જયસુખભાઈ, બરોચીયા કૈલાસભાઈ, બાબરિયા ધીરજલાલ, હરકિશનભાઈ માવાણી, સરવૈયા અર્જુનસિંહ, સાપરિયા કિરીટભાઈ સહિતના કુલ ૧૦ ઉમેદવારોની જીત થઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.