Western Times News

Gujarati News

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ગેરંટી અપાય છે: રાહુલ

નવી દિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગોવા પહોંચ્યા છે. તેમણે અહીંના માછીમાર સમુદાય સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમે ગોવાને પ્રદુષિત નહીં થવા દઈએ. કોંગ્રેસ પર્યાવરણની રક્ષા કરશે. અમે છત્તીસગઢમાં ચૂંટણી લડ્યા હતા અને ખેડૂતોનુ દેવુ માફ કરવાનો વાયદો કર્યો હતો. આ વાયદો પૂરો કર્યો છે. પંજાબ અને કર્ણાટકમાં પણ કોંગ્રેસે પોતાના વાયદા પૂરા કર્યા છે તે તમે જાેઈ શકો છે. અમારા ચૂંટણી ઢંઢેરામાં વાયદા નથી કરાતા પણ ગેરન્ટી આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે ગોવામાં પણ ચૂંટણી યોજાવાની છે. રાહુલ ગાંધી પહેલા ટીએમસી પણ ગોવાની મુલાકાત લઈ ચુકી છે.

ગોવામાં ચૂંટણીને લઈને રાજકીય ચહલ પહલ વધી ગઈ છે. આ પહેલા ભાજપ સાથે જાેડાણ કરી ચુકેલી ગોવા ફોરવર્ડ પાર્ટીએ હવે મમતા બેનરજીની પાર્ટી ટીએમસી સાથે ચૂંટણી માટે જાેડાણ કરવાની જાહેરાત કરી છે.

પાર્ટીના અધ્યક્ષ કિરણ કંડોલરકરે તો મમતા બેનરજીને દુર્ગા માતા અને ભાજપને ભસ્માસુર ગણાવતુ નિવેદન આપીને રાજકીય વિવાદ પણ છેડયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.