Western Times News

Gujarati News

ગેસ સિલિન્ડરના ભાવ વધશે, ટ્રેનોના ટાઈમ ટેબલ બદલાશે

નવી દિલ્હી, ઓક્ટોબરનો મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. સોમવારથી નવેમ્બરનો મહિનો શરૂ થઈ જશે. નવેમ્બરની શરૂઆત થતા જ કેટલાક મહત્વના પરિવર્તન થઈ જશે જેની આપના ખિસ્સા પર સીધી અસર પડશે. પહેલી તારીખ એટલે કે ૧ નવેમ્બરથી દેશભરમાં બેન્કિંગ, રસોઈ ગેસ બુકિંગ નિયમ, રેલવેના ક્ષેત્રોના કેટલાક મોટા પરિવર્તન થઈ રહ્યા છે.

આ બદલાવની સીધી અસર આપના ખિસ્સા અને લાઈફસ્ટાઈલ પર પડશે. ૧ નવેમ્બરથી બેન્કમાં રૂપિયા જમા કરવાથી લઈને રૂપિયા નીકાળવા સુધીનો ચાર્જ લાગશે એટલે હવે રૂપિયા જમા કરાવવાના પણ રૂપિયા લાગશે. ગેસ સિલિન્ડર બુકિંગ નિયમોમાં પણ મોટો પરિવર્તન થવા જઈ રહ્યુ છે. આ સાથે જ રેલવેના ટાઈમ ટેબલમાં પણ પરિવર્તન થશે.

આવો જાણીએ કે ૧ નવેમ્બરથી શુ બદલાવાનુ છે. ૧ નવેમ્બરથી ભારતીય રેલવે સમગ્ર દેશમાં ટ્રેનોના ટાઈમ ટેબલમાં પરિવર્તન થવા જઈ રહ્યુ છે. પહેલા ૧ ઓક્ટોબરથી ટ્રેનોના ટાઈમ ટેબલમાં પરિવર્તન થવાનુ હતુ પરંતુ કેટલાક કારણથી ૩૧ ઓક્ટોબરની તારીખ આગળ નક્કી કરવામાં આવી છે. હવે ૧ નવેમ્બરથી નવુ ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવશે.

૧૩ હજાર મુસાફર ટ્રેનના સમય અને ૭ હજાર ટ્રેનના સમય બદલાશે. એટલુ જ નહીં, દેશમાં ચાલનારી લગભગ ૩૦ રાજધાની ટ્રેનનો સમય પણ ૧ નવેમ્બરથી બદલાઈ જશે. ૧ નવેમ્બરથી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં પરિવર્તન થઈ શકે છે.

એલપીજીની કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર એલપીજીના વેચાણ પર થનારા નુકસાનને જાેતા સરકાર એકવાર ફરી એલપીજી સિલિન્ડરની કિંમતોને વધારી શકે છે. ૧ નવેમ્બરથી રસોઈ ગેસ સિલિન્ડરની ડિલીવરીની પૂરી પ્રક્રિયા બદલાઈ જશે. ગેસ બુકિંગ બાદ ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે જ્યારે સિલિન્ડર ડિલીવરી માટે આવશે તો આપને આ ઓટીપીને ડિલીવરી બોયની સાથે શેર કરવાનુ હશે.

એકવાર ફરી આ કોડની સિસ્ટમને મળવા જવા પર ગ્રાહકને સિલિન્ડરની ડિલીવરી જ મળશે. હવે આપ ડાયરેક્ટ સિલિન્ડર લઈ શકશો નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.