Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં LoC પાસે બ્લાસ્ટ

LoC પાસે ફરી બ્લાસ્ટ થયો છે, LoC  પાસે આવેલી ચોકીની પાસે સુરક્ષાબળની એક ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી

જમ્મુ,જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા પાડોશી દેશ પાકિસ્તાનના આતંકીઓ કોઈ તક છોડતા નથી. દેશની સરહદમાં ઘૂસણખોરી કરવા માટે આતંકીઓ રોજે રોજ નવા પેંતરા કરતા હોય છે. જેના પગલે સેનાના જવાનો પણ સતર્ક રહેતા હોય છે. ત્યારે ફરી એક વાર ન્ર્ષ્ઠ પાસે બ્લાસ્ટ થતા સેનાના એક અધિકારી સહિત ૨ જવાન શહીદ થયા છે. Two soldiers were killed in an explosion near the Line of Control in the Naushera sector

સેનાની ટુકડી ન્ર્ષ્ઠ પાસે આવેલી એક ચોકી પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. એ સમયે બ્લાસ્ટ થયો હતો. જેમાં આ જવાનો શહીદ થયા હતા. અધિકારીઓનું કહેવું છે કે, નૌશેરા સેક્ટરમાં બ્લાસ્ટ ત્યારે થયો કે જ્યારે સેનાની ટુકડી સીમા પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે વિવિધ ઉપાય કરી રહી હતી.

એ સમયે ઘટના સ્થળે તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. સેનાના અધિકારીઓનું કહેવું છે કે, આ બ્લાસ્ટમાં સેનાના એક લેફ્ટનન્ટ સહિત ૨ જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓ શહીદ થયા હતા.

સેનાના અધિકારીઓનું કહેવું છે કે, આ બ્લાસ્ટ ત્યારે થયો કે જ્યારે સેનાની ટુકડી અહીં પેટ્રોલિંગ કરી રહી હતી. પાકિસ્તાનમાં દેશની સીમામાં ઘૂસણખોરી રહેલાં આતંકીઓને રોકવા માટે અહીં લેન્ડમાઈન ગોઠવવામાં આવ્યા હતા.

જેથી આતંકીઓને દેશની સીમામાં આવતા રોકી શકાય. અહીં સેનાની એક ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી અને નિરીક્ષણ કરી રહી હતી. બરાબર એ જ સમયે આ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ કેવા પ્રકારનો હતો એ અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

જાે કે, પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પેટ્રોલિંગ કરી રહેલી સેનાની ટુકડીને નિશાન બનાવવા માટે આતંકીઓએ અહીં આઈઈડી લગાવ્યા હોય એવી આશંકા છે. સેનાના પ્રવક્તાએ આ બ્લાસ્ટની પુષ્ટિ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, ગઈ ૧૧ ઓક્ટોબરના રોજ પૂંછ સેક્ટરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

જેમાં સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. એ દરમિયાન સેનાના જવાનોએ આતંકીઓને ઘેર્યા હતા અને અથડામણ થઈ હતી. ત્યારથી સેનાના જવાનો પણ વધુ અલર્ટ બન્યા હતા અને ઠેર ઠેર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતુ. જે બાદ આતંકીઓ પણ ઉશ્કેરાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.