Western Times News

Gujarati News

ચાંદખેડામાં મોટી હોનારત ટળીઃ GSPCની ગેસ લાઈનમાં એક શખ્સે ભંગાણ કર્યુ

અજાણ્યા શખ્સે જીએસપીસીની ગેસ લાઈનમાં ભંગાણ કર્યુઃ તપાસમાં નીકળેલા અધિકારીને શંકા જતાં ખોદકામ કરાવતા ભંગાણનું ષડયંત્ર બહાર આવ્યુ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ભાંગફોડીયા તથા માનસિક વિકૃતિ ધરાવતા કેટલાંક શખ્સો દ્વારા કેટલીક વખત સરકારી મિલકતોને નુકશાન પહોંચાડવામાં આવે છે. ક્યારેક આવા તત્વો નાગરીકોને નુકશાના થાય અને મોટી જાનહાની થાય એ રીતે જ ધમાલ મચાવતા હોય છે. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ રહેતી હોય છે. આવી જ એક મોટી દુર્ઘટના શહેરના ચાંદખેડા વિસ્તારમાં બનતા બનતા રહી ગઈ છે.

રૂટીન તપાસમાં નીકળેલા જીએસપીસીના GSPC official અધિકારી ઓને ચાંદખેડા Chandkheda વિસ્તારમાંથી પસાર થતી ગેસની લાઈનમાં ભંગાણ થયેલું જાવા મળતાં તેમણે તાત્કાલિક સમારકામ કર્યુ હતુ. અજાણયા ઈસમે લાઈનમાં ભંગાણ કરીને પુરાણ કરી દેતા ગેસ લીક થઈ રહ્યો હતો. જેના પગલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે હિરેનભાઈ સુરતી Hiren Surti ગુજરાત ગેસ લીમીટેડ Gujarat Gas Limited કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તે ચાંદખેડા તથા મોટેરા વિસ્તારમાં ગેસની પાઈપલાઈનોનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરવાની ફરજ નિભાવે છે. કેટલાંક દિવસો અગાઉ હિરેનભાઈ ગેસ પાઈપ લાઈનોની ચકાસણી કરવા માટે વિસ્તારમાં ફરતા હતા ત્યારે એ દરમ્યાન વિસત પેટ્રોલ પંપ સામે આવેલી રેસ્ટોરન્ટ આગળથી પસાર થતી ગેસ લાઈનો ચેક કરી હતી. જ્યાં એક સ્થળે તેમને માર્ગનું પુરાણ કર્યુ હોય એવું લાગતા કર્મચારીઓ પાસે ખોદકામ કરાવ્યુ હતુ.

ખોદકામ બાદ હિરેનભાઈ તથા અન્ય સ્ટાફ ચોંકી ઉઠ્યા હતા. ગેસની લાઈન કપાયેલી હલાતમાં જાવા મળી હતી. અને અજાણ્યા ઈસમો દ્વારા તેને શોધવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. જા કે પાઈપલાઈનમાંથી ગેસ લીકીજ થતું હતુ.

એ જ હાલતમાં તેની ઉપર પુરાણ કરી દેવાયુ હતુ. ગેસ લીકેજના કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય એ માટે હિરેનભાઈએ ત્વરીત પગલાં લઈને પાઈપ લાઈન રીપેર કરાવી હતી અને અન્ય લાઈનોમાં પણ આવી ભાંગફોડીયા પ્રવૃત્તિ કરવામાં આવી છે કે કેમ? તેની સઘન તપાસ કરવામાં આવી હતી.

આ ંઅંગે હિરેનભાઈએ પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલીક ગેંગ દ્વારા ઓઈલ અને ગેસ લાઈનોમાં છીંડા પાડીને તેની ચોરી કરીને ગેરકાયદેસર રીતે રૂપિયા કમાવવાના કીમિયા કરવામાં આવતા હોય છે. ચાંદખેડામાં ગેસ પાઈપમાં ભંગાણ કરી ગેસ ચોરી કરવા માટે કે પછી હોનારત સર્જવા માટે કરવામાં આવ્યુ છે એ દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

ફરીયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ અજાણ્યા ઈસમોએ પાઈપલાઈન કાપ્યા બાદ તેને રીપેરીંગ કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું માલુમ પડ્ય હતુ. તથા આ કૃત્યથી મોટી દૃર્ઘટના થવાની સંભાવના હતી. જા કે જીએસપીસીના સતર્ક અધિકારીની કાર્યવાહીને કારણે મોટી હોનારત ટળી જતાં બધાએ હાશકારો અનુભવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.