Western Times News

Latest News from Gujarat

રશ્મિકા મંદાના પાસે છે, ૨૫ વર્ષની ઉંમરે કરોડોની સંપત્તિ

મુંબઈ, પોતાના અભિનય, સુંદરતા, સ્ટાઈલ અને ફિલ્મોથી દેશભરમાં નામના મેળવનાર અભિનેત્રી રશ્મિકા મંદાના દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. જાે કે હવે તે બોલિવૂડમાં પણ પગ મુકવા જઈ રહી છે અને તેની પાસે બોલિવૂડ સાથે જાેડાયેલા ઘણા મોટા પ્રોજેક્ટ્‌સ છે. રશ્મિકા માત્ર દક્ષિણ ભારતીય સિનેમા પુરતી સીમિત નથી, પરંતુ તેણે ઓછા સમયમાં દેશભરમાં નામ કમાયું છે.

રશ્મિકા મંદાનાની દરેક હરકત પર ચાહકો દિલ હારી બેસે છે અને તેની કિલર સ્માઈલે તેને નેશનલ ક્રશનું બિરુદ અપાવ્યું. રશ્મિકા અભિનેત્રી માત્ર શાનદાર જ નથી પણ ખૂબ જ સુંદર પણ છે. તે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો આ અભિનેત્રી પર પાગલ છે.

મુખ્યત્વે તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કરતી રશ્મિકા આજે દરેક જગ્યાએ છે. તે એક પછી એક મોટી જાહેરાતો પણ કરી રહી છે અને ચાહકો પણ આ અભિનેત્રી વિશે વધુને વધુ જાણવા માંગે છે. ૫ એપ્રિલ ૧૯૯૬ના રોજ કર્ણાટકના વિરાજપેટમાં જન્મેલી રશ્મિકા માત્ર ૨૫ વર્ષની ઉંમરે ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. તમને જણાવી દઈએ કે રશ્મિકા છેલ્લા ૫ વર્ષથી ફિલ્મી દુનિયામાં સક્રિય છે.

અભિનેત્રીએ વર્ષ ૨૦૧૬માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેની પ્રથમ ફિલ્મ કિરિક પાર્ટી આવી હતી, તે કન્નડ ફિલ્મ હતી. વર્ષ ૨૦૧૮ માં, અભિનેત્રીએ તેની તેલુગુ ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી. તેની પ્રથમ તેલુગુ ફિલ્મ ‘ચલો’ હતી. ૨૦૧૬માં કિરિક પાર્ટી, ૨૦૧૭માં અંજની પુત્ર, ૨૦૧૭માં ચમક અને ૨૦૧૮માં ‘ચલો’માં કામ કર્યા બાદ રશ્મિકાએ તે જ વર્ષે ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’માં કામ કર્યું.

આ ફિલ્મે રાતોરાત રશ્મિકાની કિસ્મત બદલી નાખી. આ ફિલ્મ સુપર-ડુપર હિટ સાબિત થઈ અને અભિનેત્રીએ જાેરદાર સ્ટારડમ હાંસલ કર્યું. રશ્મિકાએ સાઉથ સુપરસ્ટાર વિજય દેવેરકોંડા સાથે ફિલ્મ ગીતા ગોવિંદમમાં કામ કર્યું હતું. આ ફિલ્મ બંનેના ચાહકોને ખૂબ પસંદ આવી હતી અને આ જાેડીએ સફળતાના નવા ઝંડા લગાવ્યા હતા.

આ ફિલ્મ તેલુગુ સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ. ૫ કરોડના ખર્ચે બનેલી ગીતા ગોવિંદમે ૧૩૨ કરોડથી વધુની કમાણી કરી હતી. ત્યારબાદ રશ્મિકાએ યઝમાન (૨૦૧૯), ડિયર કોમરેડ (૨૦૧૯), સરીલરુ નીકેવરુ (૨૦૨૦), ભીષ્મ ૨૦૨૦, પોગરુ (૨૦૨૧) અને સુલતાન (૨૦૨૧) માં કામ કર્યું.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers