Western Times News

Gujarati News

રાજયની જેલોમાંથી ૯ર૭ થી વધુ કાચા અને પાકા કામના કેદીઓ ફરાર થયા

પ્રતિકાત્મક

સરકાર-કોર્ટની લાલ આંખ બાદ કેદીઓને પકડવા દોડાદોડ, ગણતરીના જ પકડી શકાયા-જામીન, પેરોલ, ફર્લો લઈ નાસ્યાઃ પોલીસની શિથીલતા અથવા મિલીભગતની શંકા

અમદાવાદ, રાજયોની ર૬ જેલોમાંથી કેદીઓ જાપ્તામાંથી વચગાળાના જમીન મેળવીને ફર્લો અને પેરોલ લઈને ૯૭ર થી વધુ ફરાર થઈ ગયા છે. જુદી જુદી રીતે જેલોમાંથી ભાગેલા કાચા અને પાકા કામના કેદીઓને પકડવા માટે પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં માત્ર ગણતરીના આરોપીઓ જ પકડાય છે.

રાજયોની જેલો દ્વારા બહાર ર૦૧૭ સુધીના નાસતા-ફરતા કેદીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેલોમાં હાજર નહીં થયેલા કેદીઓ અંગે જે તે પોલીસ મથકોમાં અને ત્યાંના પોલીસવડાએ જાણ કરવામાં આવી છે આમ છતાં રાજય પોલીસ દ્વારા ગણતરીના જ કેદીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજયમાં ર૦ હજારથી વધુ આરોપીઓ વોન્ટેડ છે. જેમાં અમદાવાદ શહેરોમાં જ ૩૦૦૦ હજાર જેટલા આરોપી વોન્ટેડ છે. આ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા કાગળ ઉપર સ્કવોર્ડ બનાવવામાં આવી છે.
અલ્લાબક્ષ ફકીર મહમદ મકરાણીને ૧૯૬૯માં ખૂનના આરોપસર સજા પડતા સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. ૧૯૭૧માં જેલમાં હતો.

નાસી ગયો હોવા છતાં ૪૬ વર્ષ સુધી ગુજરાતની બાહોશ પોલીસ તેની શોધી શકી નથી. આર્મી એકટના ગુનામાં ૪૯ વર્ષ સુધી આરોપી મળતો નથી આર્મી એકટના ગુનામાં જાન્યુઆરી ૧૯૬૭માં આજીવન કેદની સજા ગૌતમ જયંતીલાલ પરીખને ફટકારી હતી. ૧૯૬૯માં વડોદરા જેલમાંથી પેરોલ મેળવીને ફરાર થઈ ગયા હતા. જે પોલીસને ૪૯ વર્ષ સુધી મળી આવ્યા નથી.

૧૦ દાણચોરો સહિત ર૮ ફરાર ભૂજની ખાસ પાલારા જેલમાંથી ર૦૦૧ના ભૂકંપ દરમ્યાન ર૮ આરોપીઓ નાસી ગયા હતા. જે આજદીન સુધી પોલીસને મળી આવ્યા નથી. જેમાં આંબા હીરા કોલી, મહમદ ઈકરામ રાજબઅલી મહમદ મલીક મીયા મુસ્તફા, મહમદ કરીમ હાજી ઈકબાલ અનવાર સુનામીયાં અલીમીયાં વહીદમીયા મહમદ સીદીક અબુકરણ લવલુ મુલ્લા અને મહમદ ઈલીયાસ અંસારઅલી દાણચોરીના આરોપસર જેલમાં હતા. જે ફરાર થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.