Western Times News

Gujarati News

વીર શહીદોના ઉચ્ચ વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવા ફોટો પ્રદર્શનનું આયોજન

રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને મજબૂત કરવાની સાથે વિવિધ સંસ્કૃતિઓનું આદાન-પ્રદાનનો પણ હેતુ છેઃ કાકડિયા

પાલનપુર, કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલયના ઉત્તર ગુજરાત ઝોન કાર્યાલય ફિલ્ડ આઉટરીય બ્યુરો, પાલનપુર તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પાટણના કનવેશન હોલ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત, સ્વચ્છ ભારત અભિયાન અને આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ સંદર્ભે બે દિવસીય ઈન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીય પ્રોગ્રામની સરૂઆત ફોટો પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

એફઓબી પાલનપુર દ્વારા આયોજિત આઈસીઓપી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઉપરોક્ત ભારત સરકારના બહુઆયામી અભિયાનોની માહિતી તેમજ માર્ગદર્શન સાથે નાગરિકોમાં રાષ્ટ્રના સાર્વભૌમત્વની ભાવનાને ઉજાગર કરવાની સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન

જેના દ્વારા ભારતની વિવિધતાઓના સમન્વય દ્વારા દેશના દરેક રાજ્યોની સંસ્કૃતિનું આદાન-પ્રદાનથી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને મજબૂત કરવું. એવી જ રીતે ભારતના નાગરિકોના જીવનમાં સ્વચ્છતાના વિચારોને વણી લેવા માટે સ્વચ્છ ભારત અભિયાન તેમજ દેશની આઝાદી માટે પોતાના મહામૂલા જીવનનું બલિદાન આપી દેશના ઘડતર માટે સમર્પિત વીર શહીદોના ઉચ્ચ વિચારોને આજની પેઢી સુધી પહોંચવા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરતું અભિયાન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.

મુખ્ય કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો કાર્યક્રમ અધ્યક્ષ પ્રો.જે.જે.વોરા, કુલપતિ હેમ.ઉ.ગુ.યુનિવર્સિટી, વિશેષ અતિથિ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પીઆઈબી અને આરઓબી ગુજરાત એકમના વડા એડિશનલ ડાયરેક્ટર જનરલ, ડો.ધીરજ કાકડિયા,

પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ તથા વિષય તજજ્ઞોમાં સ્વચ્છ ભારત અભિયાન જિલ્લા કો-ઓર્ડીનેટર દિલીપ ચૌહાણ, પેડાગોજી ભીખાભાઈ પટેલ તેમજ કુબેરભાઈ ચૌધરી સામાજિક કાર્યકર તેમજ નિવૃત્ત શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા.

માટી ફાઉન્ડેશનના કલાકારો દ્વારા વિષય અનુરૂપ નાટિકાનું મંચ, પ્રશ્નમંચ સ્પર્ધા, ફિલ્ડ આઉટરીય બ્યુરોના અધિકારી જે.ડી.ચૌધરી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્રેઝન્ટેશન, જિલ્‌ આઈસીડીએસ વિભાગ દ્વારા સીડીપીઓ રંજનબેન શ્રીમાળી દ્વારા સંકલિત બાળવિકાસ યોજનાઓું પ્રેઝન્ટેશન અને જાણકારી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.