Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં દેશની અંદર કોરોના વાયરસનાં કુલ ૧૧ હજાર ૪૬૬ નવા કેસ

નવીદિલ્હી, વૈશ્વિક સ્તરે, કોરોના વાયરસે ૨૫.૦૬ કરોડ લોકોને પોતાની ઝપટમાં લીધા છે. આ જીવલેણ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં ૫૦.૬ લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે ૭.૩૧ અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. સૌથી વધુ કેસ સાથે વિશ્વની સૌથી મોટી મહાસત્તા અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (ઝ્રજીજીઈ) દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે વધીને ૨૫૦,૮૩૨,૧૭૨, ૫,૦૬૩,૫૬૫ અને ૭,૩૧૦,૫૨૨,૮૬૮ થઈ ગઈ છે. સીએસએસઇ મુજબ, યુ.એસ. વિશ્વમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ ૪૬,૬૯૩,૧૦૨ અને ૭૫૭,૨૯૧ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

ભારત ૩૪,૩૭૭,૧૧૩ કેસ સાથે કોરોના સંક્રમણનાં મામલે બીજા ક્રમે અને બ્રાઝિલ ૨૧,૮૯૭,૦૨૫ સંક્રમણ સાથે ત્રીજા ક્રમે છે.
આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થયો છે. તાજેતરમાં દિવાળીનો તહેવાર દેશવાસીઓ ધામધૂમથી મનાવ્યો હતો. ત્યારે એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે, દિવાળી બાદ કોરોનાનાં કેસમાં વધારો થઇ શકે છે.

જાે કે તમામ આશંકાઓ વચ્ચે ભારતમાં કોરોનાનાં કેસ દિવસેને દિવસે સતત ઘટી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશની અંદર કોરોના વાયરસનાં કુલ ૧૧ હજાર ૪૬૬ નવા કેસ સામે આવ્યા છે. તાજેતરનાં આંકડાઓ અનુસાર, હવે દેશમાં કોરોનાનાં માત્ર ૧ લાખ ૩૯ હજાર ૬૮૩ સક્રિય દર્દીઓ બચ્યા છે, જે છેલ્લા ૨૬૪ દિવસમાં સૌથી ઓછા છે.

આરોગ્ય મંત્રાલયનાં આંકડા અનુસાર, છેલ્લા એક દિવસમાં કોરોનાનાં ૪૬૦ દર્દીઓનાં મોત થયા છે. આ પછી, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૪ લાખ ૬૧ હજાર ૮૪૯ પર પહોંચી ગયો છે. વળી, મંગળવાર સવાર સુધીનાં ડેટા અનુસાર, દેશમાં કોરોના રસીનાં કુલ ૧ અબજ ૯ કરોડ ૬૩ લાખ ૫૯ હજાર ૨૦૮ ડોઝ આપવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.