Western Times News

Gujarati News

પુત્ર વાંચ્છુક સાસરીયા દ્વારા વારંવાર ત્રાસ ગુજારાતાં મહીલાનો આત્મહત્યાનો પ્રયાસ

 

મહીલાને ચાર દિકરી જન્મતા સાસરીયાએ ઘરમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપી

અમદાવાદ : રખિયાલમા રહેતી પરીણીતાને એક પછી એક એમ ચાર દિકરીઓ જન્મતા પુત્ર વાંચ્છુક સાસરીયાઓએ તેને માનસિક શારીરિક રીતે પરેશાન કરતા પરીણણીતાએ ગળે ફાસો ખાઈને આત્મ હત્યાનો પ્રયત્ન કરતા ચકચાર મચી છે હોસ્પીટલમાં સારવાર લઈ રહેલી મહીલાની હાલત હાલમાં નાજુક છે પોલીસે આ અંગેની કાર્યવાહી આદરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે ભલીતાબેનના લગ્ન રખિયાલ ચાર રસ્તા નજીક લાલીપરાની ચાલી ખાતે રહેતા દિલીપભાઈ હિરાભાઈ પટણી સાથે થયા હતા લલિતાબેન સાસરામાં સંયુક્ત પરીવારમાં રહેતો હતા લગ્ન જીવન દરમિયાન લલીતાબેનને ચાર પુત્રીઓનો જન્મ થતા પુત્રની મહેચ્છા રાખતા પતિ સાસુ કમલાબેન જેઠ વિજયભાઈ પીકીબેન જગદીશભાઈ હિરાભાઈ તથા અરુણાબેન જગદીશભાઈએ તેમને સાતે મારઝુડ કરીને ઘરમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપી હતી

ઉપરાંત પતિને કાન ભંભરણી કરતા તે પણ લલિતાબેન ઉપર અત્યાચાર ગુજારતા અવાર નવાર આવી ઘટનાએ બનતા માનસિક રીતે ભાગી પડેલા લલિતાબેન સાથે ગુરુવારે સાજે સાત વાગ્યે સાસરીયા ફરીથી ઝઘડતા પોતાના રૂમમાં જતા રહ્યા હતા અને છતની એગલમા દુપટો બાધીને ગળી ફાસો ખાઈ લીધો હતો

પરતુ હાજર સાસરીયાઓએ તેની બચાવીને હોસ્પીટલમાં સારવાર ખાતે લઈ આવ્યા હતા ઘટના બાદ લલિતાબેનના માતા પિતાને જાણ કરતા તે પણ દવાખાને આવી પહોચ્યા હતા. હોસ્પીટલમાં પોલીસને જાણ કરવામા આવતા તેમણે લલિતાબહેનનુ નિવેદન લીધુ હતુ જેમા સમગ્ર હકીકત સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી અને પતિ સહીતના તામ સાસરીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી આદરી છે.ઉલ્લેખનીય છે કે પુત્રઘેલા લોકો કેટલીક વખત મહિલા ઉપર અત્યાચાર વદારી તેનો જીવ લેવા સુધી હેવાનિયત આચરતા હોય છે આવી અનેક ઘટનાઓ બહાર આવતી હોય છે.

અમદાવાદ શહેરમાં મહિલાઓ પર અત્યાચારના બનાવોની ઘટનામાં પોલીસતંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવતી હોય છે ગઈકાલની ઘટના ખૂબ જ ચોંકાવનારી છે બેટી બચાવો, બેટી પઢાવોનું સુત્ર સરકારે આપ્યુ છે ત્યારે બીજીબાજુ મહિલા પર પુત્રીને જન્મ આપવા બદલ ત્રાસ ગુજારવામાં આવ્યો છે આ ઘટનામાં આરોપીઓ વિરૂધ્ધ કડક પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.