Western Times News

Gujarati News

બોપલમાં નિર્માણાધીન ઈમારતના ૧૩મા માળેથી પટકાતા ૩ ના મોત

 

રાત્રે પતરા ઉખાડવાની કામગીરી દરમિયાન માચડો તૂટતા ત્રણેય શ્રમિકો નીચે પટકાયા

(પ્રતિનિધિ) અમદાવાદ : મેટ્રો સીટીમાં સ્થાન મળ્યા બાદ અમદાવાદ શહેરનો વ્યાપ વધી રહયો છે ખાસ કરીને બોપલ વિસ્તારમાં અનેક નવી કન્સ્ટ્રકશન સાઈટો ચાલી રહી છે અને હજ્જારો શ્રમિકો આ સાઈટ પર કામ કરી રહયા છે.
બોપલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરી રહેલા ત્રણ શ્રમિકો ૧૩મા માળેથી પટકાતા ત્રણેયના સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નીપજયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં બિલ્ડરો દ્વારા મોટી સ્ક્રીમો મુકવામાં આવી છે ઔદ્યોગિક રીતે વિકસતા અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો રોજીરોટી મેળવવા આવતા હોવાથી શહેરનો વ્યાપ વધી રહયો છે અને તેના માટે આ સાઈટો ચાલી રહી છે બીજીબાજુ શહેરના છેવાડાના વિસ્તારોમાં જ ઔદ્યોગિક વસાહતો આવેલી હોવાથી તેની આસપાસ કન્સ્ટ્રકશન સાઈટો ચાલી રહી છે

બીજીબાજુ શહેરના છેવાડાના બોપલ વિસ્તારનો વિકાસ ખૂબજ ઝડપથી થઈ રહયો છે અને અહીયા હાઈરાઈઝ બિલ્ડિંગો મોટી માત્રામાં બની ગઈ છે ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ સહિતના રાજયોમાંથી અનેક શ્રમિકો આ કન્સ્ટ્રકશન સાઈટો પર કામ કરી રહયા છે શહેરના સાઉથ બોપલમાં આવેલી સાઉથ વિંગ નામની એક હાઈરાઈઝ બિલ્ડિંગનું નિર્માણનું કામ હાલમાં ચાલી રહયુ છે અને તેનુ સ્ટ્રકચર ઉભુ કરી દેવામાં આવ્યુ છે

અંદાજે ૧પ માળની આ ઈમારતમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરી રહયા છે કન્સ્ટ્રકશન કામ માટે આ બિલ્ડિંગમાં મોટો માચલો બનાવવામાં આવેલો છે અને તેમાં અનેક શ્રમિકો પ્લાસ્ટર સહિતનું કામ કરી રહયા છે આ દરમિયાનમાં ગઈકાલે રાત્રે ૧૩મા માળ પર લગાવવામાં આવેલા પતરા ઉખાડવા માટે કેટલાક શ્રમિકો કામ કરી રહયા હતા

અંધારુ થઈ જતાં શ્રમિકોએ કામ બંધ કર્યુ હતું પરંતુ ત્રણ શ્રમિકો ૧. ઓમપ્રકાશ ર. અંગતકુમાર ૩. શ્યામ નામના શ્રમિકોએ પોતાનુ કામ ચાલુ રાખ્યુ હતું આ દરમિયાનમાં અચાનક જ આ માચડો તૂટી પડતાં ત્રણેય શ્રમિકો ૧૩મા માળેથી નીચે પટકાયા હતા. જેના પરિણામે ગંભીર ઈજાઓ થતાં ત્રણેયના મોત નીપજયા હતા ઘટનાની જાણ થતાં શ્રમિકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. બીજીબાજુ બોપલ પોલીસના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને ત્રણેય શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે મૃતકોમાં બે યુપીના અને એક ઝારખંડનો રહેવાસી હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.