Western Times News

Gujarati News

UP-પંજાબ સહિત પાંચ રાજ્યમાં કોની બનશે સરકાર? જાણો શું કહે છે સર્વે?

આગામી વર્ષની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામા તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે-ABP C-Voter Survey: 

ABP C-Voter Survey: આગામી વર્ષની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામા તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વચ્ચે એબીપી ન્યૂઝ અને સી-વોટરે સર્વે કર્યો છે. આ સર્વેમાં જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરાયો છે.

સી-વોટર તરફથી કરવામાં આવેલા સર્વે અનુસાર ઉત્તર પ્રદેશમાં એક વાર ફરી ભાજપ સત્તા પર આવી શકે છે. સર્વે અનુસાર ભાજપને 40 ટકા મત મળી શકે છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 32, બહુજન સમાજ પાર્ટીને 15 ટકા મત મળી શકે છે. જ્યારે કોગ્રેસને છ ટકા મત મળી શકે છે.

જ્યારે અન્યના ખાતામાં 6 ટકા મત જશે. સર્વે અનુસાર ભાજપ ઉત્તર પ્રદેશમાં 241થી 249 બેઠકો જીતી શકે છે. જ્યારે સમાજવાદી પાર્ટી 130થી 138 અને બીએસપી 15થી 19 અને કોગ્રેસને ત્રણથી સાત બેઠકો મળી શકે છે.

ઉત્તરાખંડમાં ભાજપ ફરીવાર સત્તા પર વાપસી કરી શકે છે. સી-વોટરના સર્વે અનુસાર ભાજપ 45 ટકા, કોગ્રેસ 34 ટકા, આપ 15 ટકા અને અન્યને છ ટકા મત મળી શકે છે. રાજ્યમાં કોગ્રેસને 21-25, ભાજપને 42-46, આપને 0-4 અને અન્યને 0-2 બેઠકો મળી શકે છે.

પંજાબમાં આપને ફાયદો થઇ શકે છે. સર્વે અનુસાર આપને 36 ટકા મત મળી શકે છે. કોગ્રેસને 32 તો અકાલી દળને 22, ભાજપને 4 અને અન્યને છ ટકા મત મળી શકે છે. આપને 49થી 55, કોગ્રેસને 30થી 47, અકાલી દળને 17થી 25, ભાજપને 0-1 અને અન્યને 0-1 બેઠકો મળી શકે છે.

સી-વોટરના સર્વે અનુસાર ગોવામાં ભાજપ ફરી એકવાર સરકાર બનાવી શકે છે. ભાજપને ગોવામાં 38 ટકા, કોગ્રેસને 18 ટકા, આપને 23 ટકા અને અન્યને 21 ટકા મત મળી શકે છે. ભાજપને આ રાજ્યમાં 24થી 28 બેઠકો, કોગ્રેસને એક થી પાંચ, આપને 3-7 અને અન્યને 4થી 8 મત મળી શકે છે.

મણિપુરમાં ભાજપને 21-25 બેઠકો મળી શકે છે. સરકાર બનાવવા ઓછામાં ઓછી 31 બેઠકોની જરૂર હોય છે. તે સિવાય કોગ્રેસને 18-22, એનપીએફને 4-8 અને અન્યને 1-5 બેઠકો મળી શકે છે.

એબીપી ન્યૂઝ માટે સી-વોટરે જે પાંચ રાજ્યમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે તે રાજ્યના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ સર્વેમાં 98 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. સર્વે ચાર સપ્ટેમ્બર 2021 થી ચાર ઓક્ટોબર વચ્ચે કરવામા આવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.