Western Times News

Gujarati News

જેને રાજનીતિ કરવી હોય તે કરે, પુસ્તક લખવું હશે તે લખીશ: સલમાન ખુર્શીદ

નવીદિલ્હી, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે પોતાના પુસ્તકના વિવાદ પર મીડિયાની સામે કેટલાક સવાલોના જવાબ આપ્યા. ખુર્શીદે ટોણો મારતા કહ્યું કે જેને રાજનીતિ કરવી હોય તે કરશે અને જેને પુસ્તક લખવું હશે તે લખશે. તેમણે કહ્યું કે મારું પુસ્તક હિંદુ મુસ્લિમ એકતા વિશે છે.

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ અને બોકો હરામ સાથે હિન્દુત્વની તુલના કરીને મોટો વિવાદ સર્જ્‌યો છે. ભાજપે તેને કોંગ્રેસની હિંદુ વિરોધી વિચારસરણી ગણાવી હતી, જ્યારે પાર્ટીના પોતાના નેતા ગુલામ નબી આઝાદે હિંદુત્વને ઈસ્લામિક જેહાદ સાથે સરખાવવાને હકીકતમાં ખોટું અને અતિશયોક્તિ ગણાવી હતી.

મીડિયા સાથે વાત કરતા સલમાન ખુર્શીદે કહ્યું કે તેમનું પુસ્તક હિંદુ-મુસ્લિમ એકતા માટે છે. સલમાન ખુર્શીદે વિરોધીઓ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. કહ્યું કે જેને રાજનીતિ કરવી હોય તે કરશે અને જેને પુસ્તક લખવું હોય તે લખશે. મેં મારા પુસ્તક દ્વારા સુપ્રીમ કોર્ટના ર્નિણયને કહ્યું છે કે તે યોગ્ય ર્નિણય છે.

સલમાન ખુર્શીદે કહ્યું, “ધર્મ કોઈ પણ વ્યક્તિનો હોય, જાે તેઓ ધર્મનો દુરુપયોગ કરે છે, તો આપણે તેને નકારી કાઢવો જાેઈએ, પછી ભલે તે દુનિયાના કોઈપણ ખૂણેથી હોય. મને લાગે છે કે જેઓ રાજનીતિ કરવા માંગે છે તેઓને ડર છે કે હવે સત્ય બહાર આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ તેમના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા’ને લઈને રાજકીય વિવાદને કારણે ચર્ચામાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.