Western Times News

Gujarati News

ફરવા ગયેલા પરિવારના ઘરમાંથી દાગીનાની ચોરી

અમદાવાદ, દિવાળીના તહેવાર દરમિયાન અનેક મકાનોમાં ચોરી થતી હોવાના કિસ્સા સામે આવતા હોય છે. કારણ કે કેટલાંક લોકો દિવાળીના તહેવાર દરમિયાન માદરે વતન કે પછી બહાર ક્યાંક ફરવા જતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ચાંદખેડામાંથી સામે આવ્યો છે. અહીં રહેતો એક પરિવાર દિવાળી કરવા માટે વતન ગયો હતો. ત્યારે સિક્યુરિટી ગાર્ડ જ તેમના જ ઘરમાં હાથફેરો કરી દાગીના ચોરી ફરાર થયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થતા આખો મામલો સામે આવ્યો હતો.

બનાવની વિગત એવી છે કે, ચાંદખેડામાં દ્વારકેશ હાઈટ્‌સ આવેલી છે. અહીં રહેતા રમેશભાઈ ડામોર થલતેજ કોર્પોરેશનની ઓફિસમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. રમેશભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના પરિવાર સાથે દિવાળી કરવા માટે વતન દાહોદમાં ગયા હતા.

જ્યારે તેઓ દિવાળી ઉજવીને પોતાના ઘરે પરત ફર્યા તો આંખો પહોળી થઈ ગઈ. ઘરમાં જાેયુ તો અંદરનો તમામ સામાન વિર વિખેર પડ્યો હતો. ઘરની તિજાેરીમાં મૂકવામાં આવેલા દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. ચોરાયેલા દાગીના રમેશભાઈને તેમના લગ્ન વખતે સાસરી પક્ષ તરફથી મળ્યા હતા.

ઘરમાં તપાસ કરી તો ખબર પડી કે પાછળના ભાગેથી કોઈ ચોર ઘરમાં ઘૂસ્યો હતો. જે ઘરમાંથી ૯૫,૦૦૦ના દાગીના અને રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયો હતો. એ પછી તેઓએ આ વાતની જાણ એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડને કરી હતી. એ સમયે ખબર પડી કે તેમના ઘરમાં ચોરી થઈ ત્યારથી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અશોક નામનો કર્મચારી કોઈને પણ જાણ કર્યા વગર જતો રહ્યો છે.

બ્લેક હોક નામની સિક્યુરિટી ગાર્ડ નામની એજન્સીના કર્મચારી તેમના એપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. એટલે રમેશભાઈએ એજન્સીના સંચાલક આ વાતની જાણ કરી હતી. જાે કે, તેઓને આ મામલે સંતોષકારક જવાબ મળ્યો નહીં. આખરે કંટાળીએ રમેશભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારે આખો ભાંડો ફૂટ્યો કે, સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અશોક તેમના ઘરમાં પ્રવેશ્યો હતો અને ઘરમાંથી ચોરી કરીને ફરાર થયો હતો. હવે, આ મામલે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.