Western Times News

Gujarati News

અમરિન્દરે કોંગ્રેસમાં પાછા ફરવાની અટકળોને નકારી

ચંદીગઢ, પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કેબિનેટ મંત્રીના એ દાવાને નકારી કાઢ્યો છે કે તેઓ કોંગ્રેસમાં પાછા ફરશે અને ટૂંક સમયમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળશે. ટીઓઆઈ સાથે વાત કરતાં અમરિન્દરે કહ્યું હતું કે આ દુષિત ધારણાઓ છે, જે દેખીતી રીતે ખોટા હેતુથી બનાવવામાં આવી છે.

અગાઉ સામાજિક ન્યાય પ્રધાન રાજ કુમાર વેરકાએ અમૃતસરમાં નિવેદન આપ્યું હતું કે અમરિન્દર ટૂંક સમયમાં કોંગ્રેસમાં પાછા ફરી શકે છે.

તેમણે કહ્યું કે જ્યારથી તેઓ તેમની પાર્ટીને આકાર આપવામાં અને તેના સંગઠનાત્મક માળખાને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત હતા અને તેમનો પાછળ વળીને જાેવાનો કોઈ પ્રશ્ન જ નથી. કેપ્ટને કહ્યું કે, અમે ભારતીય ચૂંટણી પંચ દ્વારા અમારી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસની નોંધણી અને પાર્ટીનું પ્રતીક ફાળવવાની રાહ જાેઈ રહ્યા છીએ.

ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ ૨ નવેમ્બરે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે સોનિયા અને તેમના બાળકો રાહુલ અને પ્રિયંકાના વર્તનથી તેમને દુઃખ થયું છે. તેમણે તે જ દિવસે તેમના નવા રાજકીય પક્ષનું નામ પણ જાહેર કર્યું હતું. કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કેપ્ટન અમરિન્દરે ૧૮ સપ્ટેમ્બરે કોંગ્રેસ વિધાનસભા પાર્ટીની બેઠક અગાઉ પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મુખ્યમંત્રી પદેથી રાજીનામું સુપરત કર્યું હતું.

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે છેલ્લા બે મહિનાથી પાર્ટી હાઈકમાન્ડ દ્વારાદેશ તેમને સતત અપમાનિત કરવામાં આવી રહ્યા છે.

દરમિયાન પટિયાલાથી કોંગ્રેસના સાંસદ અને અમરિન્દરની પત્ની પરનીત કૌરે ગયા રવિવારે પટિયાલાના કેટલાક શહેરના કાઉન્સિલરો સાથે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચાન્ની સાથે મુલાકાત કરી હતી.કાઉન્સિલરોએ દાવો કર્યો હતો કે તેઓ પટિયાલાના સ્થાનિક મુદ્દાઓથી માહિતગાર કરવા માટે મુખ્યમંત્રીને મળ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.