Western Times News

Gujarati News

મહેમદાવાદ MGVCLના લાંચીયા એન્જીનીયરને ૪ વર્ષની કેદ

પ્રતિકાત્મક

૧૦ વર્ષ પહેલા બનેલા લાંચના ગુનામાં આરોપીને સજા થઈ

(પ્રતિનિધિ)નડિયાદ, મહેમદાવાદ એમજીવીસીએલના જુની. એન્જીનીયર ૧૫ હજારની લાંચ સ્વીકારતાં સન ૨૦૧૧ માં એ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયા હતા તેની સામે ગુનો નોંધાયો હતો. આજે આ કેસની સુનાવણી નડિયાદ કોર્ટમાં હાથ ધરતાં આરોપીને આ લાંચના ગુનામાં તકસીરવાન ઠેરવી ૪ વર્ષની સજા સેસન્સ કોર્ટે સંભળાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના ઘોડાસર કેડીલા બ્રીજ પાસે આવેલ સંસ્કારધામ સોસાયટીમાં રહેતા રાજેશ અરવિંદભાઈ મિસ્ત્રી વર્ષ ૨૦૧૧માં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મધ્ય ગુજરાત વીજ કંપની લી. માં જુનિયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતા હતા. મહેમદાવાદ ખાતેની જીન્ન્તપાર્ક સોસાયટી ડેવલોપ કરી કરીમખાન ઈલમખાન પઠાણે આ સમયગાળામાં વીજ જાેડાણ અંગે એમજીવીસીએલમહેમદાવાદ ખાતે અરજી કરી હતી.

આથી કરીમખાને સોસાયટીના ઈન્ફ્રાસ્ટ્રકચર જાેડાણ અંગે એમજીવીસીએલ મહેમદાવાદમાં કરેલ અરજી ના જવાબ માં એમજીવીસીએલએ ૩ લાખ ૬૪ હજાર ૪૬૫ ભરવાની જાણકારી આપી હતી. જેથી આ રકમની પણ ભરપાઈ કરી દેવાઈ હતી.

એસ્ટીમેન્ટ મુજબ રકમ ભરાયા બાદ એમજીવીસીએલ દ્વારા સોસાયટીમાં ટ્રાન્સફોર્મર (ડી. પી.) નાંખી હતી. પરંતુ ઈલેક્ટ્રીક સપ્લાય ચાલુ કર્યો નહોતો. કરીમખાને વારંવાર ઉપરોક્ત કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતાં વીજ સપ્લાય ચાલુ કરવામાં આવતો નહોતો. અને ધક્કો ખવડાવતા હતા.

આથી કંટાળેલા કરીમખાન એ ગત જાન્યુઆરી ૨૦૧૧ના રોજ એમજીવીસીએલના જૂનિયર એન્જીનીયર રાજેશ મિસ્ત્રીનો સંપર્ક સાંધ્યો હતો. જેથી તેણે આ વીજ સપ્લાય ચાલુ કરવા માટે રૂપિયા ૨૦ હજારની લાંચની માંગણી કરી હતી. કરીમખાને હા ના કરતાં અધિકારી ૧૫ હજાર પર આવ્યો હતો

જાેકે આ બાબતે .કરીમખાન પઠાણે એ સી બી નો સપક કરિયો હતો જે બાદ ગત ૧૯ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ એસીબી પોલીસે આ દિવસે છટકૂ ગોઠવી ૧૫ હજારની લાંચ સ્વીકારતો રાજેશ મિસ્ત્રીને રંગેહાથે મહેમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો. જે મુજબનો ગુનો પણ નોંધાયો હતો.

આ કેસ નડિયાદની સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ન્યાયાધીશ પી. એસ. દવે એ બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી હતી. જે બાદ સરકારી વકીલ ગોપાલ ઠાકુરે રજૂ કરેલા ૫ સાહેદોની જુબાની અને ૬૨ જેટલા દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે આરોપી રાજેશ મિસ્ત્રીને આ લાંચ કેસના ગુનામાં તકસીરવાન ઠેરવી ૪ વર્ષની સજા સંભળાવી છે. સાથે સાથે રૂપિયા ૨૦ હજારનો દંડ પણ ફટકાર્યો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.