Western Times News

Gujarati News

શાહપુરમાં માસ્ક અંગે કાર્યવાહી કરતાં એએસઆઈ ઉપર ઈસમનો હુમલો

Files Photo

પોલીસ ચોકીમાં લઈ જતાં એએસયઆયઈને જાનથી મારવાની ધમકીઓ આપી

(પ્રતિનિધિ)અમદાવાદ, ગયા વર્ષની માફક આ વર્ષે પણ દિવાળીનાં તહેવાર બાદ કોરોનાનાં કેસોમાં વધારો થતાં પોલીસે પોતાની કાર્યવાહી કડક કરી છે. આવી જ કાર્યવાહી દરમિયાન માસ્ક વગર મોબાઈલ ફોન પર વાત કરતાં વાહન ચલાવતાં ઈસમને એએસઆઈએ મેમો આપતાં ઈસમે તેમની સાથે ઝપાઝપી કરી મારી નાંખવાની ધમકી આપી હતી.

શાહપુર પોલીસ સ્ટેશનના એએસઆઈ રણજીતસિંહ પોતાની ટીમ સાથે મંગળવારે બપોરે બહાય સેન્ટર નજીક ઊભાં રહી માસ્ક અંગેની કાર્યવાહી કરતાં હતા. એ વખતે અમન મુસાણી (દાણીલીમડા) નામનો ઈસમ વગર માસ્કે એક્ટીવા પર વાતો કરતાં ટોરેન્ટ પાવર તરફથી આવતાં તેને ઉભો રાખી માસ્ક તથા એક્ટીવાના દસ્તાવેજાેની પૂછપરછ કરતાં તેણે માસ્ક પહેરવાનું નથી અને કાગળીયા પણ બતાવવાનાં નથી. એમ કહીને બોલાચાલી કર્યા બાદ એએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી.

જેમાં એએસઆઈનો છાતી ઉપર ઊજરડા પડી ગયા હતા અને શર્ટના બટન પણ તુટી ગયા હતા. જેથી જરૂરી બળ વાપરી તેને પોલીસ સ્ટેશને લઈ જવાતાં ત્યાં પણ અમને હું તો જેલમાં જઈશ પણ તમે રોડ પર દેખાશો તો તમને જીવતાં નહીં રહેવા દઉં કહીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે એએસઆઈ રણજીતસિંહે તેનાં વિરૂદ્ધ મારામારી તથા ફરજમાં રૂકાવટની ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.