Western Times News

Gujarati News

રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, હડતાળને મળ્યો મિશ્ર પ્રતિસાદ

Files Photo

અમદાવાદ, રિક્ષાચાલકોની હડતાળનો આજે બીજાે દિવસ છે. આજે રિક્ષાચાલકોની હડતાળ ચાલું રહી હતી. જાેકે, રિક્ષાચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે જ હડતાળના નામે રિક્ષા ચાલકો વધુ ભાડું વસુલતા હોવાનું અનેક મુસાફરોની ફરિયાદ પણ સામે આવી છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં સીએનજીના ભાવ ઘટાડવા મુદ્દે રીક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા છે. ગતરોજ મધરાતથી ૩૬ કલાકની હડતાળની જાહેરાત રીક્ષા યુનિયને કરી છે. આ હડતાળને સંપૂર્ણ સફળતા નથી મળી. ઉપરાંત રીક્ષાચાલક યુનિયને સીએમ અને રાજ્યપાલને સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.રજૂઆત છતાં તેનું કોઈ યોગ્ય પરિણામ નહીં આવતા હડતાળ પર ઉતરેલા રીક્ષા યુનિયને ૨૧ નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

નોંધનીય છેકે રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા ૩૬ કલાકની હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ, રીક્ષા ચાલકોની હડતાળને જાેઇએ તેવો પ્રતિસાદ મળ્યો ન હતો. આ હડતાળ પાડવાનું કારણ રિક્ષાચાલકોની અનેક માગણીઓ છે. જેમાં રિક્ષાચાલકોની માગણી સીએનજીના ભાવમાં કરાયેલો ૯ રૂપિયાનો વધારો ઘટાડવામાં આવે.

રિક્ષા ભાડાંમાં કરાયેલો વધારો સીધો જનતા ઉપર બોજ સમાન હોવાનું જણાવવામાં આવ્યું છે. રિક્ષા ભાડાંમાં વધારો ન કરીને સરકાર સીએનજી ગેસના ભાવમાં ઘટાડો કરે તે પણ જરૂરી હોવાનું રિક્ષાચાલક યુનિયનનું કહેવું છે. રીક્ષા ચાલકોને ૧૮૮ અને ૨૮૩ મુજબ થતી હેરાનગતિને લઈને પણ સરકાર કાયમી નિરાકરણ લાવે તેવી માગણી કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.