Western Times News

Gujarati News

મહિલાએ ચપ્પલથી મગરને ભગાડતા લોકો ચોંકી ગયા

નવી દિલ્હી, જરા વિચારો! જાે તમે નદીના કાંઠે ઊભા છો અને મગર સામેથી આવતો દેખાય છે. તમે ભાગી જશો કે મગરને ડરાવશો? આમ તો આપણામાંના મોટાભાગના લોકો બચવાનો પ્રયત્ન કરશે, પરંતુ એ જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકો એવા છે જે ચંપલ બતાવીને મગરને ભગાવી શકે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલા તેના કૂતરા સાથે નદીકિનારે ચાલતી જાેવા મળે છે. અચાનક નદીનો એક મગર મહિલા તરફ આવતો દેખાયો. પરંતુ તે પછી જે બન્યું તે ખરેખર આઘાતજનક હતું. મગરને તેની તરફ આવતા જાેઈને મહિલા ભાગવાની જગ્યાએ તેના ચંપલ ઉતારીને તેને ડરાવવાનું શરૂ કરે છે અને મગર પાછો જતો રહે છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને એક અનોખું ટાઇટલ આપવામાં આવ્યું હતું. જેમાં લખ્યું છે કે માતા જ્યારે તેના ચંપલ ઉતારે છે ત્યારે શું થાય છે તે બધા જાણે છે. તે પછી, ઘણા યુઝરે આઘાતજનક ઘટના પર અનોખી રીતે પ્રતિક્રિયાઓ આપી હતી.

એક યુઝરે લખ્યું કે આ વીડિયોનો સૌથી સારો ભાગ એ છે કે આ મહિલાએ પગ ઊંચો કરીને તેના ચંપલ ઉતારી લીધા, જાણે કે છેલ્લા ૨૦ વર્ષથી તેનું દૈનિક કામ હોય. જ્યારે પણ પતિ મોડો ઘરે આવે છે અથવા બાળકોને વધુ મસ્તી કરે છે, ત્યારે આવું કરવું પડે છે. અન્ય એક યુઝરે લખ્યું કે, જ્યારે મારવાનો વારો આવે છે ત્યારે દરેકને ચંપલ કે સ્લીપરથી ડરવા લાગે છે.

બીજી તરફ એક યુઝરે મજાકમાં લખ્યું હતું કે, જૂતા અને ચંપલથી માર મારવો દુનિયાભરમાં પ્રચલિત છે અને તે કોઈ દેશ કે સરહદ પૂરતો મર્યાદિત નથી. જાેકે, આ વીડિયો ૨૦૧૬થી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અંગ્રેજી અખબાર ધ ગાર્ડિયનના જણાવ્યા અનુસાર આ વીડિયો ઓસ્ટ્રેલિયાના કાકાડુ નેશનલ પાર્કનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૧૦ લાખથી વધુ વખત જાેવામાં આવ્યો છે, તેમજ ૨,૫૦૦થી વધુ લોકોએ તેને લાઇક કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.