Western Times News

Gujarati News

ફ્લાઈટમાં મુસાફરની તબિયત લથડી, મંત્રીએ પ્રોટોકોલ તોડી જીવ બચાવ્યો

ઔરંગાબાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ચાલુ ફ્લાઈટમાં બીમાર મુસાફરની મદદ કરવા બદલ કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડની ભારોભાર પ્રશંસા કરી હતી.

વડાપ્રધાને જણાવ્યું કે, હંમેશા હ્રદયથી ચિકિત્સક, મારા સહયોગી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. કરાડે ચાલુ ફ્લાઈટમાં એક મુસાફરની તબિયત લથડતાં તેમની મદદ કરી હતી.

ઈન્ડિગોની દિલ્હી-મુંબઈ ફ્લાઈટમાં એક મુસાફરને સ્વાસ્થ્ય સંબંધી તસલીફ થઈ હતી અને બાળ રોગ નિષ્ણાત કરાડે મુસાફરને પ્રાથમિક સારવાર આપી હતી.

કેન્દ્રના રાજ્યકક્ષાના નાણાં મંત્રી ભાગવત કરાડના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુસાફરને બ્લડપ્રેશરની તકલીફ થઈ હતી. જેને પગલે તેને ચક્કર આવવા લાગ્યા હતા. ત્યારબાદ ડો. કરાડ પ્રોટોકોલ ભંગ કરીને મુસાફર પાસે ગયા તા અને તેની પ્રાથમિક સારવાર કરી હતી.

પેસેન્જરને ચક્કર આવવા લાગતા તેને ચાલુ ફ્લાઈટમાં જ સારવાર મળતા તેને જીવ બચી ગયો હતો. ડો. કરાડની આ ઉમદા કામગીરી બદલ ફ્લાઈટ ઓપરેટર ઈન્ડિગોએ પણ ધન્યવાદ વ્યક્ત કર્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.