Western Times News

Gujarati News

અમદાવાદમાં વધુ એક વૃધ્ધની લૂંટના ઈરાદે હત્યા

Murder in Bus

Files Photo

સાબરમતી વિસ્તારમાં બનેલો બનાવઃ ઘરમાંથી ચેઈન, મોબાઈલ અને મોટરસાયકલની લૂંટ

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં પોલીસતંત્ર ફકત જાેવા પુરતું રહયંુ હોય તેમ ગુનેગારો વર્તી રહયા છે ચોરી લુંટ અને ખુન જેવા ગંભીર ગુનાઓ રોજબરોજની ઘટના બની છે. ખાસ કરીને લુંટના ઈરાદે આવેલા શખ્શો નાગરીકોનો જીવ લેતા પણ ખચકાતા નથી અને તાજેતરમાં જ આવી કેટલીક ઘટનાઓ બની છે

જેમાં લુંટારૂઓએ વૃધ્ધોની કતલ કરી છે આવી જ વધુ એક ઘટના સાબરમતી વિસ્તારમાંથી સામે આવી છે જેમાં એક ૬ર વર્ષીય વૃધ્ધની હત્યા કરીને તેની સોનાની ચેઈન, બાઈક તથા મોબાઈલ ફોનની લુંટ કરવામાં આવી છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ તે તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં દેવેન્દ્રભાઈ રાવત નામના સીનીયર સીટીઝન રહેતા હતા અજાણ્યા શખ્શોએ તેમના ગળે છરી મારીને હત્યા કરી હતી આ ઘટના અંગે જાણ થતાં સાબરમતી પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોચી હતી

પ્રાથમિક તપાસમાં મરનારની સોનાની ચેઈન, મોબાઈલ ફોન તથા મોટર સાયકલ ગાયબ હોવાથી લુંટના ઈરાદે હત્યા થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહયું છે. બીજી તરફ પોલીસે તેમના પરીવાર તથા પાડોશીઓની પુછપરછ શરૂ કરી છે ઉપરાંત આસપાસના સીસીટીવી કેમેરાના કુટેજ મેળવી હત્યારાનું પગેરૂ મેળવવાની દિશામાં તપાસ શરૂ કરી છે.

સુત્રો અનુસાર મૃતક દેવેન્દ્રભાઈ નિવૃતિ જીવન ગુજારતા હતા અને એ અગાઉ બરોડા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઘાટલોડીયામાં થોડા દિવસ અગાઉ જ એક વૃધ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી જેમાં બંનેના ગળે છરી વડે ઘા મારવામાં આવ્યા હતા.

શહેર ક્રાઈમબ્રાંચે જાેકે ચોરી કરવા ઘુસેલા અને બાદમાં વૃધ્ધ દંપતીની હત્યા કરનાર બંને આરોપીઓને ગણતરીના દિવસોમાં જ ઝડપી લીધા હતા. ત્યારે આ વધુ એક ઘટનાએ એકલા રહેતા સીનીયર સીટીજનોના જીવ અધ્ધર કરી દીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.