Western Times News

Gujarati News

દોઢ લાખની લાંચના કેસમાં વકીલ રંગે હાથે ઝડપાયો

વલસાડ, અમદાવાદ એસીબીની ટીમે વલસાડમાં સપાટો બોલાવી વલસાડ સીટી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ વતી લાંચ લેતા વચેટિયા વકીલને ઝડપી પાડયો છે. દારૂના એક કેસમાં મહિલા પીએસઆઇએ સેલવાસના એક બાર માલિકનાને હેરાન નહીં કરવા અને મેટરની પતાવટ કરવા માટે રૂપિયા દોઢ લાખની લાંચ માગી હતી.

જેને લેવા જતા વચેટિયો વકીલ અમદાવાદ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જાેકે, મુખ્ય આરોપી મહિલા પીએસઆઇ અત્યારે ફરાર છે. આમ અમદાવાદ એસીબીએ વલસાડમાં સપાટો બોલાવતા વલસાડ જીલ્લાના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

બનાવની વિગત મુજબ, વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં વાય. જે. પટેલ નામના મહિલા પીએસઆઇ દારૂના એક કેસની તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન સેલવાસના એક બાર માલિકનું નામ ખૂલ્યું હતું.

આથી બારમાલિકે આગોતરા જામીન લઇ લીધા હતા. તેમ છતાં મહિલા પીએસઆઇ વાય. જે. પટેલે બાર માલિકને જરૂરી દસ્તાવેજાે સાથે હાજર થવા માટે નોટિસો ફટકારી હતી. ત્યારબાદ ભરત યાદવ નામના એક વકીલ મારફત બાર માલિકને હેરાન નહીં કરવા અને બીજા કોઈ કેસોમાં નહીં ફસાવવાના બદલે રૂપિયા દોઢ લાખની લાંચની માંગ કરી હતી.

ફરિયાદીએ લાંચ નહીં આપવી હોવાથી તેણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. આથી અમદાવાદ એસીબીએ વલસાડ સીટી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા મહિલા પીએસઆઇ વાય. જે. પટેલને ઝડપવા લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

જે દરમિયાન મહિલા પીએસઆઇ પટેલ વતી ભરત યાદવ નામનો વચેટીયો વકીલ ફરિયાદી પાસેથી દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયો હતો. મહિલા પીએસઆઇ વતી લાંચ લેતાં ઝડપાયેલા આરોપી ભરત યાદવની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાેકે, મુખ્ય આરોપી મહિલા પીએસઆઇ વાય. જે. પટેલ ફરાર છે. આથી એસીબીએ મુખ્ય આરોપી મહિલા પીએસઆઈને ઝડપવા તપાસ તેજ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.