Western Times News

Gujarati News

સરકારે હવે એમએસપી તેમજ ખેડૂતો સાથે જાેડાયેલા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએઃટિકૈત

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ૯ વાગ્યે રાષ્ટ્રજાેગ સંબોધન આપતા આંદલોન કરી રહેલા ખેડૂતોને મોટી રાહત આપી છે. તેમણે પોતાના સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે, જેનું ખેડૂતોનાં સંગઠનનાં નેતા રાકેશ ટિકૈતે સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આ જાહેરાત સાથે સરકાર સાથે વાતચીતનો માર્ગ ખુલી ગયો છે, પરંતુ ખેડૂત હજુ ઘરે જવાના નથી.

ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના મોદી સરકારનાં ર્નિણય બાદ, આ મુદ્દા પર વારંવાર ક્રોસ-કટીંગ લડતની ચેતવણી આપનારા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતોનું આંદોલન હાલ પૂરતું પાછું નહીં ખેંચાય. ખેડૂતો એ દિવસની રાહ જાેશે જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ રદ કરવામાં આવશે. આ સાથે ટિકૈતે કહ્યું કે, સરકારે હવે એમએસપી તેમજ ખેડૂતો સાથે જાેડાયેલા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવી જાેઈએ.

નોંધપાત્ર વાત એ છે કે, કોરોના સમયગાળા દરમિયાન રાષ્ટ્રને તેમના ૧૧માં સંબોધનમાં, મોદીએ ખેડૂતો સમક્ષ ઝૂકીને ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.

રાકેશ ટિકૈતે કહ્યું કે, આ પહેલા ૨૨ જાન્યુઆરીએ વાતચીત થઈ હતી, જેમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે આ બધા કાયદા રદ કરવામાં આવશે અને પછી એક કમિટી બનાવવામાં આવશે જે આ મુદ્દે વધુ ચર્ચા કરશે. તેમણે કહ્યું, એમએસપી પર સમિતિ નહીં, પરંતુ તેના પર ગેરંટી કાયદો બનાવવો જાેઈએ.

અમે હજી ઘરે જવાના નથી, અમે કાગળ લઈને જ પાછા જઈશું. આ સાથે, મીટિંગ બાદ ભાવિ રોડમેપ નક્કી કરવામાં આવશે.” ખેડૂત નેતાએ કહ્યું કે સરકારે વીજળી સુધારા બિલ અંગે હજુ સુધી કોઈ વાત કરી નથી, માત્ર મૌખિક નિવેદન આપ્યું છે. સરકારે હવે ખેડૂતો સાથે વાતચીત માટે આવવું જાેઈએ. તેમણે કહ્યું કે આ કાયદાને પહેલા સંસદમાંથી રદ કરવું જાેઈએ અને એમએસપી પર તેમનું શું કહેવું છે.

મહારાષ્ટ્ર સરકારનાં મંત્રી નવાબ મલિકે કહ્યું, “આજથી આ ત્રણેય કૃષિ કાયદા આ દેશમાં અસ્તિત્વમાં રહેશે નહીં. દેશને એક મોટો સંદેશ ગયો છે કે જાે દેશ એક થાય તો કોઈપણ ર્નિણય બદલી શકાય છે. ચૂંટણીમાં હારનાં ડરથી વડાપ્રધાને ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા છે. ખેડૂતોની જીત એ દેશવાસીઓની જીત છે.” હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું, “આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. તમામ ખેડૂતોએ તેનું સ્વાગત કરવું જાેઈએ, હવે તેઓએ તેમના ધરણા સમાપ્ત કરવા જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.