Western Times News

Gujarati News

મડાગાસ્કરમાં ભૂખમરાના કારણે લોકો થોર અને તીડ ખાવા મજબૂર

એન્ટાનાનારીવો, પૂર્વ આફ્રિકન દેશ મડાગાસ્કરમાં ભૂખમરાની સ્થિતિ અતિ વિષમ બની રહી છે. અહીં ભૂખમરાના કારણે લોકો થોર અને તીડ ખાવા મજબૂર છે. નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લાં ચાર દાયકમાં આટલો ભયાનક દુષ્કાળ ક્યારેય પડ્યો નથી અને છેલ્લાં ત્રણ વર્ષથી આવી જ પરિસ્થિતિ છે. સંયુક્ત રાષ્ટ્રોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી ઘટતી મદદ કરવા અપીલ કરી છે.

સંયુક્ત રાષ્ટ્રોએ અન્ય દેશોને અપીલ કરી છે કે તેઓ મડાગાસ્કરને મદદ માટે આગળ આવે. નિષ્ણાતોના મત પ્રમાણે અહીં છેલ્લાં ત્રણેક વર્ષથી દુકાળ છે અને રેતીના ગરમા વાવાઝોડાંઓના કારણે પાક ઉગ્યો નથી. આ ઉપરાંત છેલ્લાં ચાર દાયકામાં આવો વિષમ દુષ્કાળ ક્યારેય પડયો નથી.

ઉલ્લેખનીય છે કે ડબલ્યૂ.એફ.પી. એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા અગાઉ પણ ચેતવણી આપવામાં આવી હતી કે મડાગાસ્કરમાં સ્થિતિ વણસી શકે છે અને દક્ષિણ વિસ્તારમાં ખૂબ ભયંકર અકાળ પડે તેવી આગાહી પણ કરવામાં આવી હતી.

મડાગાસ્કકરની વસતિ 2.84 કરોડ લોકોની છે અને યુનાઇટેડ નેશન્સ હજુ સુધી મડાગાસ્કર માટે 12 કરોડ ડૉલર જ એકત્ર કરી શક્યું છે. જેથી મડાગાસ્કરમાં ખોરાક અને સ્વાસ્થય સુવિધાઓ સહિતની સહાય માટે અન્ય દેશોને આગળ આવવાની પીલ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.